ચીનમાંથી પેદા થયેલા કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. 160 પણ વધારે દેશોમાં તે ફેલાઈ ચુક્યો છે. દરરોજ હજારો લોકો જીવ ગુમાવી રહ્યા છે. તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પોતાને ત્યાં કોરોના ના ફેલાય તે દિશામાં ભારે મહેનત કરી રહ્યાં છે. પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લઈને એક ચોંકાવનારી બાબત ચર્ચાનો વિષય બની છે.
દુનિયાભરના અનેક દેશોના શહેરોને લૉકડાઉન કરી દેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર રશિયાનો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન લોકોને કોરોના વાયરસના કારણે ઘરોમાં રહેવાની અપીલ કરી રહ્યા છે પરંતુ લોકો માની નથી રહ્યા. જેથી તેઓએ ત્યાંના જાહેર રસ્તાઓ પર 800 વાઘ અને સિંહોને છોડી દીધા છે.
પુતિનનો આ મેસેજ અલગ-અલગ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે. લોકો અલગ-અલગ પ્લટફોર્મ પર તેને ધડાધડ શૅર કરી રહ્યા છે. ટ્વિટર પર કોઈએ એક મેસેજ શૅર કરતાં લખ્યું છે કે- પુતિને રશિયાના લોકોને બે વિકલ્પ આપ્યા છે. 1 કે બે સપ્તાહ માટે ઘરોમાં રહો અથવા તો પાંચ વર્ષ માટે જેલમાં રહો. આમાં વચ્ચેનો કોઈ રસ્તો નથી. લોકો ઘરેથી બહાર ન આવે તેના માટે તેઓએ રસ્તા પર 800 વાઘ અને સિંહને છોડી મૂક્યા છે.
ખરેખર શું છે હકિકત?
સોશિયલ મીડિયા મેસેજોનું ફેક્ટ ચેક કરવામાં આવતા જાણવા મળ્યું કે આ સાચા સમાચાર નથી. સિંહનો જે ફોટો વાયરલ થઈ રહ્યા છે તે મૂળે ચાર વર્ષ જૂના છે. આ ફોટો 2016માં ડેઇલી મેલમાં પ્રકાશિત થયો હતો અને તે આફ્રિકાનો છે. આમ આ ચર્ચા તદ્દન ખોટી છે.


