નવી દિલ્હી, 18 એપ્રિલ 2020 શનિવાર
સરકારી વિમાન સેવા કંપની એર ઇન્ડિયાએ 4 મેથી સ્થાનિક અને 1 જૂનથી આંતરરાષ્ટ્રિય ઉડાનો માટેનું બુકિંગ શરૂ કરી દિધું છે,કંપનીએ બીજા તબક્કાનું લોકડાઉન સમાપ્ત થયા બાદ 4 મેથી કેટલાક પસંદગીનાં રૂટ પર સ્થાનિક ઉડાનોની સેવા શરૂ કરશે અને આંતરરાષ્ટ્રિય ઉડાનો 1 જૂનથી ઉડાનો શરૂ કરશે.
એર ઇન્ડિયાએ શનિવારે જારી કરેલી એક નોટિફિકેશનમાં કહ્યું વૈશ્વિક આરોગ્ય સંકટ કોરોના વાયરસનાં કારણે 3 મે સુંધી અને 31 મે સુંધી આંતરરાષ્ટ્રિય ઉડાનોનું બંધ કર્યું છે.4 મેથી કેટલાક સ્થાનિક પસંદગીનાં અને 1 જૂન 2020થી આંતરરાષ્ટ્રિય ઉડાનો માટે બુકિંગ શરૂ કરવામાં આવી શકે છે.
અત્રે નોંધનીય છે કે આજરોજ દિલ્હી ખાતે બેઠક યોજાય હતી જેમાં કોરોના સામે લડાઈ પર મોદી સરકારનું મંથન,20 એપ્રિલ બાદ છૂટ અને રાજ્યોને પેકેજ આપવા પર થઈ ચર્ચા
કોરોના વાયરસ સામે લડવા દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે.કેન્દ્ર સરકારે કોરોના સામે લડવા તથા અન્ય તૈયારીઓને લઈ સતત મંથન કરી રહી છે.આ સંદર્ભે રક્ષા મંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીઓની મીટિંગ યોજાઈ હતી.રક્ષા મંત્રી રાજનાથ સિંહની આગેવાનીમાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠક યોજાઈ હતી. બેઠકમાં 20 એપ્રિલ બાદ છૂટ અને રાજ્યોને પેકેજ આપવા વિચારણા થઈ હતી.આ બેઠક રાજનાથ સિંહના નિવાસ સ્થાન પર યોજાઈ હતી.જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ધર્મેન્દ્ર પ્રધાન,સ્મૃતિ પ્રધાન,નરેન્દ્ર સિંહ તોમર તથા અન્ય મંત્રીઓ સામેલ થયા હતા.
લોકડાઉન બાદ કેન્દ્રીય મંત્રીઓની પાંચમી બેઠક હતી. આ પહેલા સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનની આગેવાનીમાં બેઠક થઈ ચુકી છે.આજે યોજાયેલી બેઠકમાં જરૂરિયાતમંદો સુધી રાશન પહોંચાડવાથી લઈ દેશમાં ઝડપથી કોરોના ટેસ્ટ કરાવા પર ચર્ચા થઈ હતી.ભારતમાં જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે.દેશમાં કોરોનાથી સંક્રમિતો 14,378 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે 480 લોકોના મોત થયા છે અને 1992 લોકો સાજા થઈ ગયા છે.
આજની બેઠકના સમીકરણ અને એર ઇન્ડિયા દ્વારા બુકિંગ તારીખ જૂન નક્કી કરતા આ બાબતે ચર્ચા શરુ થઈ છે કે શું લોકડાઉન જૂન સુધી લંબાઈ શકે છે ?

