26 જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી નું આયોજન કરવામાં આવ્યું છે.જેની સામે દિલ્હી પોલીસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.જેની ઉપર આજે સુનાવણી હતી.અને કોર્ટે કહ્યું છે કે,દિલ્હીમાં પ્રવેશ કોને આપવો અને કોને નહિ તે પોલીસનો મામલો છે.અને તે દિલ્હી પોલીસ જ નક્કી કરશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આજે સુનાવણી મોકૂફ કરી રહ્યા છીએ તમારે કાયદા પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ.સીજેઆઈ એ.પી.સિંઘને જણાવ્યું હતું કે કોણ દિલ્હી આવશે કોણ નહીં આવે તે પોલીસ નક્કી કરશે.આ નકી કરવા બાબતે SCને પહેલો અધિકાર નથી. જણાવી દઈએ કે એપી સિંહે રામલીલા મેદાનમાં પ્રદર્શન કરવાની પરવાનગી માંગી હતી.
તે જ સમયે,મુખ્ય ન્યાયાધીશે AG ણે જણાવ્યું હતું કે,તમે કેમ ઇચ્છો છો કે તમને કોર્ટ તરફથી ઓર્ડર મળે.તમે તમારા અધિકારનો ઉપયોગ કરો.તેમણે કહ્યું કે અમે બુધવારે આ કેસની સુનાવણી કરીશું.સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે એ.પી.સિંઘને પૂછ્યું કે અન્ય ખેડૂત સંગઠનો ક્યાં છે? દવે જણાવ્યું હતું કે તે પ્રસ્તુત થઇ રહ્યા છે.આ અંગે સીજેઆઈએ કહ્યું કે બુધવારે આ મામલે સુનાવણી કરવામાં આવશે.

