કોરોના વાયરસને લઇને દુનિયાભરમાં અનેક પ્રકારનાં કોન્સપિરેસી થિયરી ચાલી રહી છે. કેટલાકનું કહેવું છે કે આ બાયો વેપન છે જેને ચીને બનાવ્યું છે, તો અનેક લોકોનું માનવું છે કે 5Gનાં કારણે થઈ રહ્યો છે. અનેક જગ્યાએ 5Gવાળી થિયરી પર વધારે ભરોસો કરવામાં આવી રહ્યો છે અને YouTube પર આ પ્રકારનાં સૈંકડો વિડીયો બનાવવામાં આવી ચુક્યા છે.
7 મોબાઇલ ટાવર્સને આગ લગાવી દેવામાં આવી
એક રિપોર્ટ પ્રમાણે ગત અઠવાડિયે બ્રિટનનાં બર્મિંઘમમાં કેટલાક લોકોએ 7 મોબાઇલ ટાવર્સને આગ લગાવી દીધી. એટલું જ નહીં જે લોકો આ કોન્સપિરેસી થિયરી પર ભરોસો રાખે છે તેમાંથી કેટલાકે બ્રોડબેંડ એન્જિનિયર્સને અપશબ્દો પણ કહ્યા છે. એટલા સુધી કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમને ધમકીઓ આપવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા, ઇન્સ્ટેંટ મેસેજિંગ એપ્સ અને યૂટ્યૂબ પર એવા કન્ટેન્ટની ભરમાર છે જ્યાં જણાવવામાં આવી રહ્યું છે કે 5Gનાં કારણે કોરોના વાયરસ ફેલાયો છે.
5G કોન્સપિરેસી બે પ્રકારે ચાલી રહી છે
5Gની વાત કરીએ તો આ સેલ્યૂલર ડેટા નેટવર્ક સપોર્ટવાળી 5th જનરેશન વાયરલેસ કૉમ્યૂનિકેશન ટેકનોલોજી છે. આને ગત વર્ષે એટલે કે 2019માં સૌથી મોટા સ્તર પર ટ્રાયલ માટે શરુ કરવામાં આવી છે. કોરોના અને 5G કોન્સપિરેસી બે પ્રકારે ચાલી રહી છે. જો કે આ પ્રકારની ફેસબૂક પોસ્ટ જાન્યુઆરીનાં અંતથી શેર કરવામાં આવી રહી છે. આ થિયરી પર વિશ્વાસ કરનારા બે ભાગ છે.
5G ટેક્નોલોજીથી વાયરસ ટ્રાન્સમિટ થઈ રહ્યો છે?
પહેલો ભાગ એવો દાવો કરે છે કે 5Gથી ઇમ્યૂન સિસ્ટમ નબળી પડે છે અને આવામાં લોકો વાયરસની ઝપટમાં જલદી આવે છે. બીજો તબક્કો એટલે કે કોન્સપિરેસી થિયરીને શેર કરનારા એવું માને છે કે આ 5G ટેક્નોલોજીથી વાયરસ ટ્રાન્સમિટ થઈ રહ્યો છે. આ લોકોનું માનવું છે કે 5G સિગ્નલનાં કારણે જ કોરોના વધી રહ્યો છે અને હવે આ એક મહામારી બની ચુક્યો છે. જો કે સેલ્યૂલર માઇક્રોબાયોલોજીનાં એક એસોસિએટ પ્રોફેસર ડૉ. સિમનો ક્લાર્કે આ બંને પ્રકારની વાતોને બકવાસ ગણાવી છે. આ ઉપરાંત પણ અનેક એક્સપર્ટ્સ અને વૈજ્ઞાનિકો પણ કોન્સપિરેસી થિયરીને ખોટી ગણાવી ચુક્યા છે.