By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શુગર મિલના સંચાલકો તાત્કાલિક ચૂંટણી યોજાવાની ફિરાકમાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > શુગર મિલના સંચાલકો તાત્કાલિક ચૂંટણી યોજાવાની ફિરાકમાં
GeneralPoliticsSouth Gujarat

શુગર મિલના સંચાલકો તાત્કાલિક ચૂંટણી યોજાવાની ફિરાકમાં

HM News
Last updated: 30/05/2020 12:19 PM
HM News
5 years ago
Share
SHARE

-હાલ લોકડાઉનને કારણે ચૂંટણી લંબાય છે પરંતુ વહેલી ચૂંટણી કરે તો વર્તમાન શાસકોને ફાયદો થવાની સંભાવના જૂનમાં ચૂંટણી થાય તે માટે કેટલાક સંચાલકોના સરકારમાં હવાતિયાં

બારડોલી : ગુજરાત સહકારી ખાંડ મંડળીઓના સંચાલકો 31મી મેના રોજ ગત સિઝનમાં આવેલ શેરડીના ભાવ નક્કી કરવાના છે ત્યારે સૌ સભાસદો ભાવ અંગે ઉત્સુક છે. ચૂંટણી નજીકમાં હોય ખેડૂતોને પણ ખબર જ કે તેમને આ વખતે શેરડીના ભાવ દરવખત કરતાં વધુ સારા મળવાના છે.અને આ જ તકનો લાભ ઉઠાવી શુગર મિલના સંચાલકોએ લોકડાઉનને કારણે લંબાઈ ગયેલી ચૂંટણીઓ વહેલી થાય તે માટેના પ્રયાસો પણ શરૂ કરી દીધા હોવાનું જાણવા મળે છે.

સામાન્ય રીતે શેરડીના ભાવ 31મી માર્ચના રોજ શુગર ફેક્ટરીઓના બોર્ડ રૂમમાં નક્કી થતાં હોય છે.પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે લોકડાઉન હોય શેરડીના આખરના ભાવ માટે ખેડૂતોએ બે મહિના રાહ જોવી પડી છે.આગામી 31મી મે ના રોજ સંચાલકો આખરના ભાવ જાહેર કરશે તેની સાથે જ ચૂંટણીની ફોર્મ્યુલા પણ નક્કી કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.હાલ સહકારી મંડળીની ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી છે.પરંતુ ખાંડના ભાવ પડતાંની સાથે જ વહેલી તકે ચૂંટણી થાય તે માટે કેટલાક સંચાલકોએ પ્રયાસો શરૂ કર્યા છે.ખેડૂતોને સારા ભાવ આપી તરત ચૂંટણી યોજાય તો ખુરશી બચાવી શકાય એમ માની સંચાલકોએ ગાંધીનગરની દોટ શરૂ કરી છે અને ત્યાંથી તેમના માનિતાઓને ચૂંટણી માટે તૈયાર રહેવા જણાવી પણ દેવામાં આવ્યું છે.ત્યારે કેટલાક દાવેદારોએ તો ચૂંટણીની તૈયારીનો આરંભ પણ કરી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.જો સરકાર સહકારી ખાંડ મંડળીઓની ચૂંટણી જૂનમાં જાહેર કરે તો ઘણા મતદારો મતદાનથી વંચિત રહી જાય એમ છે. કેમ કે ઘણા મતદારો વિદેશમાં હોય આ સમયગાળામાં આવી શકે એમ નથી.આ ઉપરાંત દેશના અન્ય શહેરોમાં રહેતા મતદારો પણ કોરોના કારણે આવી શકે એવી સ્થિતિમાં ન હોય તેઓ પણ મતદાન કરી શકશે નહીં.આથી કેટલાક દાવેદારો મતદારો ઓછા હોય તો જીત નિશ્ચિત માની રહ્યા હોય તેઓને આ સમય વધારે માફક આવી રહ્યો છે. અને આથી જ સરકારમાંથી જૂન મહિનામાં ચૂંટણી મંજૂર થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહી છે પરંતુ લોકશાહી ઢબે ચૂંટણી કરાવવાની ઈચ્છા ધરાવતા લોકો ઓક્ટોબરમાં ચૂંટણી જાહેર થાય તેવી આશા રાખી રહ્યા છે.

અંડરવર્લ્ડના ગેંગસ્ટર રવિ પૂજારીએ કહ્યું કે મારે તપાસ અધિકારીઓને મહત્ત્વની માહિતી આપવી છે
ચીનથી આયાત થતાં વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન ઉપર એન્ટી સબસિડી ડયુટી લાગુ નહી થાય
મંગેતરની બહેનપણી સાથે ચેટિંગ… સુરતના યુવક સાથે થયો કલ્પી ના શકાય તેવો કાંડ
જજે પક્ષમાં નિર્ણય ના સંભળાવ્યો તો વકીલે કહ્યું: જાવ તમને કોરોના વાયરસ થઈ જાય
રાહુલ બાદ હવે પ્રિયંકાએ પણ કહી દીધું કે નવો અધ્યક્ષ ગાંધી પરિવાર બહારનો, આવી શકે છે ચોકાવનારું નામ
Share This Article
Facebook Email Print
Previous Article લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Next Article વટામણથી તારાપુર જવાના રોડ પર 7 જેટલી ટ્રકો લૂંટાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up