By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શૃંગાર ગૌરી-જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષના વકીલ અભયનાથ યાદવનું હાર્ટ અટેક આવતા થયું નિધન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > શૃંગાર ગૌરી-જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષના વકીલ અભયનાથ યાદવનું હાર્ટ અટેક આવતા થયું નિધન
GeneralNational

શૃંગાર ગૌરી-જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષના વકીલ અભયનાથ યાદવનું હાર્ટ અટેક આવતા થયું નિધન

HM News
Last updated: 02/08/2022 12:38 PM
HM News
4 years ago
Share
SHARE

– વકીલ અભયનાથ યાદવને ગઈકાલે હાર્ટ અટેક આવ્યો હતો,જે બાદ હોસ્પિટલમાં લઇ જવા સુધીમાં તેમણે દમ તોડી દીધો હતો
– જ્ઞાનવાપીનું સંચાલન કરતી સમિતિના પક્ષકાર હતા

વિવાદિત માળખા જ્ઞાનવાપી અને શૃંગાર ગૌરી કેસમાં મુસ્લિમ પક્ષના વકીલ અભય નાથ યાદવનું મોત થઇ ગયું છે.ગઈકાલે રાત્રે તેમને હાર્ડ અટેક આવતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.શૃંગાર ગૌરી-જ્ઞાનવાપી કેસમાં સુનાવણી કરવી કે નહીં તે મામલે તમામ પક્ષ પોતાની દલીલ પૂર્ણ કરી ચૂક્યા છે.હવે આગામી સુનાવણી 4 ઓગસ્ટના રોજ મુકરર કરવામાં આવી હતી.આ સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ અભય નાથ યાદવની ભૂમિકા અગત્યની માનવામાં આવતી હતી.જોકે, તે પહેલાં જ તેમનું મોત થઇ જતાં મુસ્લિમ પક્ષને મોટો ફટકો પડ્યો છે.

મૃત્યુ પામેલા વકીલ અભયનાથ યાદવ આ કેસમાં જ્ઞાનવાપી ‘મસ્જિદ’નું સંચાલન કરતી અંજુમન ઇંતેજામિયા મસ્જિદ નામની સમિતિનો પક્ષ રાખી રહ્યા હતા.આ સમિતિએ પાંચ હિંદુ મહિલાઓ દ્વારા વિવાદિત માળખાની અંદર મા શૃંગાર ગૌરીની નિયમિત પૂજા માટે દાખલ કરવામાં આવેલ અરજી રદ કરવાની માંગ સાથે કોર્ટમાં અરજી કરી હતી.હિંદુ પક્ષ તરફથી હરિશંકર જૈન અને વિષ્ણુ જૈન કોર્ટમાં લડી રહ્યા છે.થોડા સમય પહેલાં જ્ઞાનવાપી-શૃંગાર ગૌરી કેસ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સુનાવણી કરતી કોર્ટે જ્ઞાનવાપી માળખામાં વીડિયોગ્રાફી અને સરવે કરવાનો આદેશ આપ્યો હતો.જોકે, મુસ્લિમ પક્ષે તેનો વિરોધ કર્યો હતો.જોકે, તેમ છતાં કોર્ટના આદેશ મુજબ સુરક્ષા વચ્ચે સરવે હાથ ધરવામાં આવ્યો હતો અને સમગ્ર પરિસરની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.

સરવે બાદ હિંદુ પક્ષે જ્ઞાનવાપી મસ્જિદમાંથી મંદિર હોવાના અનેક પુરાવા મળ્યા હોવાનું જણાવ્યું હતું.ઉપરાંત વઝૂખાનામાંથી એક શિવલિંગ પણ મળી આવ્યું હતું.વઝૂખાણું એ જગ્યા છે જ્યાં નમાઝ પઢતાં પહેલાં હાથ-પગ ધોવામાં આવે છે અને કોગળા કરવામાં આવે છે.સરવે બાદ કોર્ટે તે જગ્યા સીલ કરવાનો આદેશ આપ્યો હતો.આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો.જોકે, કોર્ટે કહ્યું હતું કે હાલ મામલો નીચલી અદાલતમાં હોવાથી સુપ્રીમ કોર્ટ સીધી હસ્તક્ષેપ કરવા માંગતી નથી.જેથી આ મામલે સુપ્રીમ કોર્ટમાં આગામી ઓક્ટોબર મહિનામાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.

અહીં એ પણ નોંધવું જોઈએ કે તાજેતરમાં જ હિંદુ પક્ષ તરફથી વિવાદિત માળખામાંથી મળી આવેલા શિવલિંગની પૂજા-અર્ચના કરવા માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી.અરજીમાં શ્રાવણ મહિનામાં શિવલિંગની પૂજા કરવા માટે પરવાનગી માંગવામાં આવી હતી.અરજદારે કહ્યું હતું કે, શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થઇ રહ્યો છે ત્યારે હિંદુઓને પૂજા કરવા માટેના તેમના અધિકારો મળવા જ જોઈએ.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કામરેજના ઉંભેલ ગામે ટ્રાફિક સમસ્યાનો 72 કલાકમાં ઉકેલ લાવવા મંત્રી પૂર્ણેશ મોદીએ અધિકારીઓને આપ્યું અલ્ટીમેટમ
Next Article સરકારે ગરબા પર GST લગાવતા રાજકોટમાં ‘આપ’નો ઉગ્ર વિરોધ, પોલીસ દ્વારા ટીંગાટોળી સાથે અટકાયત કરાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up