By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શેખ હસીનાએ ભારતને ઓફર કર્યું ચટગાંવ બંદર, ચીનની ચાલ નિષ્ફળ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > શેખ હસીનાએ ભારતને ઓફર કર્યું ચટગાંવ બંદર, ચીનની ચાલ નિષ્ફળ
GeneralNational

શેખ હસીનાએ ભારતને ઓફર કર્યું ચટગાંવ બંદર, ચીનની ચાલ નિષ્ફળ

HM News
Last updated: 29/04/2022 4:47 AM
HM News
3 years ago
Share
SHARE

ઢાકા, તા. 29 એપ્રિલ 2022, શુક્રવાર : ભારતે ચીનની ચાલ નિષ્ફળ બનાવીને બાંગ્લાદેશમાં ભારે મોટો ડિપ્લોમેટિક વિજય મેળવ્યો છે.બાંગ્લાદેશે ભારતને પૂર્વોત્તરના રાજ્યો સાથે કનેક્ટિવિટી વધારવા માટે ચટગાંવ બંદર (Chittagong Port)નો ઉપયોગ કરવાની રજૂઆત કરી છે.બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના (Sheikh Hasina)એ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar) સાથેની મુલાકાત દરમિયાન આ પ્રકારની રજૂઆત કરી હતી.ચટગાંવ બંદર-પોર્ટ એ બાંગ્લાદેશનું મુખ્ય બંદર છે.આ બંદર દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનશે અને તે ઉપરાંત આસામ, મેઘાલય, મણિપુર અને ત્રિપુરા જેવા પૂર્વોત્તરના રાજ્યો સાથેની કનેક્ટિવિટી પણ સુધરી જશે.સત્તાવાર યાત્રા અંતર્ગત બાંગ્લાદેશની રાજધાની ઢાકા પહોંચેલા જયશંકરે શેખ હસીનાને તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી તરફથી નવી દિલ્હી આવવાનું નિમંત્રણ આપ્યું હતું.જયશંકરે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘વડાપ્રધાન શેખ હસીનાનો તેમના હુંફાળા સ્વાગત બદલ ધન્યવાદ.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત શુભકામનાઓ પાઠવી. બંને નેતાઓના માર્ગદર્શનથી અમારા દ્વિપક્ષીય સંબંધો મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે.’બાંગ્લાદેશના વડાપ્રધાનના પ્રેસ સચિવ એહસાનુલ કરીમે જણાવ્યું કે, બેઠક દરમિયાન વડાપ્રધાન હસીનાએ કહ્યું હતું કે, બંને દેશોએ પોતાના સંપર્કમાં હજુ વધારો કરવો પડશે.શેખ હસીનાએ એસ જયશંકરને કહ્યું હતું કે, પરસ્પર લાભ માટે સંપર્ક વધારવાની જરૂર છે.બાંગ્લાદેશના દક્ષિણપૂર્વીય ચટગાંવ બંદરનો ઉપયોગ કરવાથી ભારતના પૂર્વોત્તર ક્ષેત્રને વિશેષરૂપે ફાયદો થશે.સંપર્ક વધારવાથી ભારતના પૂર્વોત્તર રાજ્યો આસામ અને ત્રિપુરાને ચટગાંવમાં બંદર સુધી પહોંચ મળી શકે છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવનું એકીકરણ કરાયું
USમાં ગૂજરાતી મૂળની દીકરીના હત્યાના કેસમાં આરોપીને 100 વર્ષની જેલ, જાણો શું હતી ઘટના
વડોદરા GST વિભાગના બે અધિકારીઓ લાંચ લેતા ACB ટ્રેપમાં રંગે હાથ ઝડપાયા
વિજ્ઞાનમાં પણ રાજકારણ ઘૂસ્યું – 12000 વૈજ્ઞાનિકો દ્વારા ચાલતા વિશ્વના સૌથી મોટા પ્રયોગમાંથી રશિયાને હટાવાયું
સાંગલી સામૂહિક હત્યાકાંડમાં ઈલ્મી-અબ્બાસની ધરપકડ, સેક્યુલર મીડિયાની મુસ્લિમ જાદુગરને તાંત્રિક કહી હિંદુ વળાંક આપવાનો પ્રયાસ
Share This Article
Facebook Email Print
Previous Article IPLની મેચ ઉપર સટ્ટો કપાવતો સટોડિયો ઝડપાયો, ગોરવાનો બુકી વોન્ટેડ
Next Article ઉત્તર ભારતમાં આગ ઝરતી ગરમી, ઓરેન્જ એલર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up