મુંબઈ : સેબીએ તમામ સ્ટોક બ્રોકર્સને બેંક અને ડીમેટ ખાતાઓને નામ આપવા અને ટેગ કરવા નિર્દેશ કર્યો છે.સેબીએ બેંક અને ડીમેટ એકાઉન્ટ્સ ૩૦ જૂન,૨૦૨૨ સુધીમાં આ એકાઉન્ટને ટેગ કરવા આદેશ કર્યો છે.સોમવારે જાહેર કરેલ એક પરિપત્રમાં સેબીએએ કહ્યું કે ૧ જુલાઇ ૨૦૨૨થી ટેગ વગર એટલે કે અધિકૃત ન કરેલ હોય તેવા બાકી રહેલા કોઈપણ ડીમેટ ખાતામાં સિક્યોરિટીઝની ક્રેડિટની મંજૂરી આપવામાં આવશે નહીં.૧ ઓગસ્ટ ૨૦૨૨થી અનટેગ કરેલ બાકી રહેલા કોઈપણ ડીમેટ ખાતામાં સિક્યોરિટીઝના ડેબિટને પણ મંજૂરી આપવામાં આવશે નહીં.
૨૬ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ નિયમનકારે બેંક અને ડીમેટ ખાતાના નામકરણ અને ટેગિંગ માટે સ્ટોક બ્રોકર્સ માટે એકસમાન ફોર્મ્યુલા ફરજિયાત કર્યું છે.૧ ઓગસ્ટ ૨૦૨૨ પછી સ્ટોક બ્રોકરોએ સ્ટોક એક્સચેન્જો આ અંગે અનટેટિંગ ખાતાઓમાં વ્યવહાર માટે પરવાનગી લેવી પડશે અને આવા ડીમેટ એકાઉન્ટ્સને ટેગ કરવાની મંજૂરી આપવા માટે દંડ ચૂકવવો પડશે જોકે સેબીએ સ્પષ્ટતા કરી છે કે આ પરિપત્ર એવા ડીમેટ એકાઉન્ટ્સ માટે લાગુ પડશે નહીં જેનો ઉપયોગ સ્ટોક બ્રોકર્સ દ્વારા બેંકિંગ પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે છે.