આજે શેરબજાર(Stock Market)ની શરૂઆત વૃદ્ધિ સાથે થઈ છે.બજેટ બાદ બજાર સતત વધારો દર્શાવી રહ્યું છે.આજે પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ(SENSEX) સોમવારે રેકોર્ડ 51,409 ના ઉપલા સ્તરે કારોબાર કરી રહ્યો છે.શરૂઆતી કારોબારમાં ઓટો અને બેન્કિંગ શેર મોખરે છે.સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 5% થી વધુના વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે.નિફટી(Nifty) ઇન્ડેક્સ પણ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યો છે.બજારમાં ઉછાળાના પગલે નિફ્ટી 15,096.35 ની આજની સર્વોચ્ચ સપાટી ઉપર નોંધાયો હતો
ભારતીય શેરબજારની સ્થિતિ સવારે ૯.૪૦ વાગે
INDEX LEVEL GAIN
SENSEX 51,271.72 +540.09 (1.06%)
NIFTY 15,081.10 +156.85 (1.05%)
સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.09 ટકાની મજબૂતીની સાથે દેખાય રહી છે,જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.22 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.03 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.
આજે બીપીસીએલ,આદિત્ય બિરલા ફેશન,બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ,બોમ્બે ડાઇંગ,ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ,એનએમડીસી,સન ટીવી,ટોરેન્ટ ફાર્મા,વક્રંગી સહિત 140 કંપનીઓ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કરશે.
5 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 117.34 અંક વધીને 50,731.63 ના સ્તર પર અને નિફ્ટી 28.60 પોઇન્ટ વધીને 14,924.25 પર બંધ રહ્યો હતો.છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં FIIએ લગભગ 12,262 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે.
શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં આ મુજબનો ઉતાર–ચઢાવ નજરે પડ્યો હતો
SENSEX
Open 51,146.67
High 51,409.36
Low 51,146.67
NIFTY
Open 15,064.30
High 15,119.25
Low 15,041.05