ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે. સવારે 9.45 કલાકે સેન્સેક્સ 315 અંક વધી 48409 પર કારોબાર કરી રહ્યો છે.જ્યારે નિફ્ટી 103 અંક વધી 14240 પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સ પર સન ફાર્મા, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા,પાવર ગ્રીડ કોર્પ, ટીસીએસ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. સન ફાર્મા 2.30 ટકા 615.65 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ફોસિસ 2.11 ટકા 1288.60 પર કારોબાર કરી રહ્યો છે.જોકે HDFC,ટાઈટન કંપની, કોટક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, બજાજ ફીનસર્વ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.HDFC 0.82 ટકા ઘટી 2639.75 પર કારોબાર કરી રહ્યો છે.ટાઈટન કંપની 1.02 ટકા ઘટી 1526.65 પર કારોબાર કરી રહ્યો છે
બજારમાં તેજીનું મોટુ કારણ
વિશ્વભરના પ્રમુખ શેરબજારોમાં તેજી, જેમાં અમેરિકા, યુરોપ અને એશિયાના માર્કેટ સામેલ છે.બજારમાં વિદેશી રોકાણકારોનું ભારે રોકાણ સતત ચાલુ છે.7 જાન્યુઆરી સુધી વિદેશી રોકાણકારો(FII)એ કુલ 4017 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા.છેલ્લા બે દિવસથી સતત ઘટાડા પછી બજાર રિકવર કરી રહ્યું છે.ઘરેલું શેરમાર્કેટમાં પ્રુમખ શેરમાં તેજી છે. તેનાથી બજારની તેજીને સપોર્ટ મળી રહ્યો છે.
વૈશ્વિક બજારોમાં તેજી
અમેરિકાના બજારોમાં રેકોર્ડ તેજીના પગલે આજે એશિયાઈ બજારોમાં પણ તેજી છે. દક્ષિણ કોરિયાનો કોપ્સી 2.75 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ 1.25 ટકા અને જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 1.75 ટકા પર કારોબાર કરી રહ્યો છે.બીજી તરફ ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. જ્યારે ગુરુવારે અમેરિકાના બજારોમાં નેસ્ડેક ઈન્ડેક્સ 2.56 ટકા અને S&P 500 ઈન્ડેક્સ 1.48 ટકા ઉપર બંધ થયો હતો.આ સિવાય યુરોપના બજારોમાં પણ વધારો નોંધાયો હતો.
ગુરુવારે માર્કેટ સતત બીજા દિવસે ઘટીને બંધ રહ્યું હતું
ગઈકાલે સેન્સેક્સ દિવસના ઉચ્ચતમ સ્તરથી 465.02 અંક ઘટી 48,093.32 પર બંધ થયો હતો.નિફ્ટી ઈન્ડેક્સ પણ 8.90 અંક ઘટી 14137.35 પર બંધ થયો હતો. ઈન્ડેક્સમાં નેસ્લે ઈન્ડિયાનો શેર ટોપ લૂઝર રહ્યો.શેર 2.04 ટકા ઘટી 18137 પર બંધ થયો હતો.ઓવરઓલ માર્કેટમાં રોકાણકારોએ ગુરુવારે બ્રોડર માર્કેટ એટલે કે મિડકેપ અને સ્મોલ કેપ શેરમાં ખરીદી કરી હતી.


