કોરોનાના આતંકથી શેરબજાર વધુ ઘવાયુઃ ૨૯૯૧ પોઈન્ટનો જબ્બર કડાકોઃ નિફટી પણ ૮૦૦૦ની અંદરઃ ભારે વેચવાલીઃ વધુ ૮ લાખ કરોડનું ધોવાણઃ આ વર્ષનો ૧૦મો મોટો કડાકો બોલી ગયોઃ તમામ સેકટર રેડ ઝોનમાં: મીડકેપ અને સ્મોલ કેપ ૭ – ૭ ટકા તૂટયાઃ ડોલર સામે રૂપિયો ધબાય નમઃ
મુંબઈ, તા. ૨૩ : વિશ્વભરના શેરબજારોમાં કોરોનાનો કહેર ચાલુ છે. જેના કારણે આજે ભારતીય શેરબજાર કડડભૂસ થઈ ગયુ છે.૧૦ ટકાથી વધુ તૂટતા સેન્સેકસમા લોઅર સર્કિટ લાગી છે.સેન્સેકસ ૨૯૯૧ પોઈન્ટ ડાઉન સાથે ૨૬૯૨૧ અને નિફટી ૮૪૨ ડાઉન સાથે ૭૯૦૩ ઉપર છે તો સામે ડોલર સામે રૂપિયો પણ ભાંગીને ભૂક્કો થઈ ગયો છે.એક ડોલરનો ભાવ અકિલા ૭૬.૧૬ પહોંચી ગયો છે.આજે સવારે બજાર ખુલતા જ ૨૩૦૭ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો જ્યારે નિફટીમાં પણ ૬૪૫ પોઈન્ટ ડાઉન થયા હતા.તમામ સેકટરના શેરમાં કડાકો બોલી ગયો હતો.મીડકેપ અને સ્મોલ કેપ ૭ – ૭ ટકા તૂટયા છે.આજે માત્ર ૧૫ મીનીટમાં જ રોકાણકારોના ૮ લાખ કરોડ સ્વાહા થઈ ગયા હતા.બજારમા ભારે વેચવાલી જોવા મળી રહી છે.૧૫૦ શેરમાં લોઅર સર્કિટ લાગી છે જ્યારે ૩૪૦ શેર ૫૨ સપ્તાહના તળીયે પહોંચી ગયા છે.ઈપ્કા લેબ ૧૪૯૧, કેડીલા ૨૮૮, ઈન્ડીયા બુલ્સ હાઉસીંગ ૯૧, હીરો ૧૫૬૪, ઈન્ડસ ઈન્ડ બેન્ક ૩૭૬, આઈસીઆઈસીઆઈ ૨૯૩, એકસીસ ૩૬૪, મોતીલાલ ૫૦૨, સન ટેક. ૧૮૬,સીટી યુનિયન બેન્ક ૧૩૦ ઉપર ટ્રેડ કરે છે. દરમિયાન આજે ડોલર સામે રૂપિયો ધડામ થયો છે.રૂપિયો ૪૪ પૈસા કડાકા સાથે ખૂલ્યો હતો. ૭૫.૨૪ ઉપર બંધ રહ્યો હતો.આ લખાય છે ત્યારે ૭૬.૧૬ રૂપિયો ટ્રેડ કરી રહ્યો છે.સાર્વત્રિક વેચવાલીથી શેરબજારમા સોપો પડી ગયો છે.૧૦ ટકાની નીચલી સર્કિટ સેન્સેકસમાં લાગી છે.