અંબાજીમાં રૂ.16.67 કરોડના વિવિધ કામો હાથ ધરાયા
શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન અંતર્ગત યાત્રાધામ અંબાજીની પસંદગી કરવામાં આવી છે. જે અંર્તગત અંબાજીમાં રૂ. ૧૬.૬૭ કરોડના વિવિધ કામો હાથ ધરાયા છે.શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન યોજનાનો મુખ્ય હેતુ ગામના સમૂહને માળખાકીય, આર્થિક, સામાજીક સવલતો પુરી પાડવાનો છે. જેથી ગામનાં જુથો તેમજ તેમના આસપાસના વિસ્તારોની સુખાકરીમાં વધારો થાય તે હેતુસર પ્રધાનમંત્રી દ્વારા તા. ૨૧ ફેબ્રુઆરી-૨૦૧૬ના રોજ શ્યામા પ્રસાદ મુખર્જી યોજનાનો શુભારંભ કરાવવામાં આવ્યો છે.
જેમાં ફેઝ-૧ માં બનાસકાંઠા જિલ્લાનાં પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી કલ્સ્ટરની પસંદગી કરાઇ છે. હાલમાં ફેઝ-૧, ૨ અને ૩ના ૧૫ જિલ્લાઓના કુલ ૧૬ કલસ્ટરની પસંદગી કરાઇ છે. આ યોજનાનો મુખ્ય ઉદેશો સ્થાનિક આર્થિક વિકાસને ઉત્તેજીત કરવા, અને સુવ્યવસ્થિત રૂર્બન ક્લસ્ટર બનાવવા, ગ્રામીણ-શહેરી વિસ્તારને જોડવા જેમ કે આર્થિક, તકનીકી તથા સુવિધાઓ અને સેવાઓથી સંબંધિત, ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી અને બેરોજગારીના ઘટાડા પર ભાર મૂકવા સાથે સ્થાનિક આર્થિક વિકાસને ઉત્તેજીત કરવો, પ્રદેશમાં વિકાસ ફેલાવવો, ગ્રામીણ વિસ્તારોમાં રોકાણ આકર્ષિત કરવાનો છે.
અંબાજી કલ્સ્ટરમાં વિવિધ વિભાગો દ્વારા કન્વર્ઝન તળે રૂ. ૧૬.૬૭ કરોડના ખર્ચે વિવિધ કામો તેમજ ક્રિટિકલ ગેપ ફંડીંગ અંતર્ગત રૂ. ૨.૫૦ કરોડના ખર્ચે વિવિધ કામો હાથ ધરવામાં આવેલ છે. તથા આગામી સમયમાં કુલ ૧૪ પ્રોજેક્ટો અંદાજીત રૂ. ૧૩.૫૦ કરોડના હાથ ધરવામાં આવનાર છે.