- ભાગવત કથામાં અલગ અલગ દિવસોની ઉજવણી કરાઈ
સુરતમાં કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિમાં શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાના વિરામ સાથે સામુહિક પિતૃતર્પણ થયું હતુ.જેમાં કોરોના કાળમાં અવસાન પામેલા નગરજનોને શ્રધ્ધાજલિ આપવામાં આવી હતી.કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિ જીર્ણોધ્ધાર ટ્રસ્ટ દ્વારા સુર્યપુત્રી તાપીતટના સુર્યોદય ઘાટે પ્રફુલ્લભાઇ શુક્લની શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ.
કોરોના મૃતકોનું તર્પણ : શ્રીમદ્ ભાગવત કથામાં વ્યાસપીઠેથી કથાકાર પ્રફુલ્લભાઇ શુકલ બાપુએ કૃષ્ણ વિદાય સાથે માંના મહિમાનું વર્ણન કરી શ્રોતાઓને અશ્રુભીના કરી દીધા હતા.રૂકમણી વિવાહનો અવસર રંગેચંગે સુર્યોદય ધાટે ઉજવવામાં આવ્યો હતો.કથાને વિરામ આપવા સાથે શ્રીમદ્ ભાગવત કથાનું પુણ્ય કોરોના કાળમાં અગ્નિ સંસ્કાર થયેલા મૃતાત્માઓને અર્પણ કરાયું હતું.
શાલનું દાન કરાયું : સુરતના આંગણે સુર્યોદય ઘાટે સામુહિક પિતૃતર્પણ ભૂદેવો દ્વારા કરાવવામાં આવ્યું હતું.આ પ્રસંગ રૂકમણી વિવાહની ઉજવણીના અવસરે મળેલ કન્યાદાનને પ્રફુલભાઇ શુકલ દ્વારા ડાંગ વિસ્તારનાં માદિવાસી કુટુંબીઓને ઠંડીમાં રક્ષણ માટે ઘાબળા અને કપડાં આપવાની જાહેરાત કરતાં કુરૂક્ષેત્ર ટ્રસ્ટ પરિવારે પણ એકાવન શાલનું દાન કર્યું હતું.


