બારડોલી : સુરત જિલ્લાના કોસંબા પોલિસ મથક વિસ્તારમાં આવેલ નાની નરોલી ગામે આવેલ એક ફાર્મહાઉસે કોસંબા પોલિસે બાતમી આધારે રેડ કરતા 13 જુગારીઓ ઝડપાયા હતા.પોલિસે દાવપર લાગેલા રોકડ રકમ સહિત 25 લાખથી વધુનો મુદ્દમાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે
સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં જુગારની રમત વધારે રમતી હોઈ છે જે વખતે પોલિસ પણ જુગારીઓ પર બાજનઝર રાખતી રાખતી હોઈ છે પરંતુ આ વખતે જાણે જુગારીઓ એક મહિના અગાઉ સક્રિય થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. રવિવારના રોજ ઓલપાડ તાલુકાના કોસંબા પોલિસ મથક વિસ્તારમાં આવેલ નાની નરોલી ગામે નવકાર ફાર્મ હાઉસમાં કોસંબા પોલિસે બાતમી આધારે રેડ કરતા ફાર્મ હાઉસમાં જુગાર રમી રહેલા 13 ઇસમોની અટકાયત કરી હતી અને BMW સહિતની ત્રણ કાર અને રીક્ષા અને દાવપર લાગેલા 78,180 રૂપિયાની રોકડ રકમ સહિત 25.78 લાખનો મુદ્દમાલ કબ્જે કરી જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારા અધિનિયમને આધીન કાર્યવાહી હાથધરી હતી ઘટનામાં સંડોવાયેલા બે ઈસમને વોન્ટેડ જાહેર કર્યા હતા
ઝડપાયેલા જુગારીઓ
(1)યાશીનભાઈ ઇબ્રાહિમભાઈ શિકારી રહે.ભરૂચ
(2)મોહસીન અબ્બાસભાઈ પટેલ રહે.ભરૂચ બાયપાસ હાઇવે
(3)હુસેનભાઈ ઇબ્રાહિમભાઈ પટેલ ભરૂચ જંબુસર રોડ
(4)મહમદભાઈ રફીકભાઈ પટેલ રહે.ભરૂચ
(5)મુસરાન મહમદ હનિફ શેખ રહે.ભરૂચ
(6)રફીકભાઈ અલીભાઈ પટેલ રહે.ભરૂચ
(7)ઈલિયાસભાઈ યાકુબભાઈ પટેલ ભરૂચ
(8)જગદીશ અમરાજીભાઈ વણજારા રહે.ભરૂચ
(9)ઇમરાનભાઈ યાકુબભાઈ પટેલ રહે
ભરૂચ
(10)ઈલિયાસભાઈ ખાકીકભાઈ શેખ રહે.ભરૂચ
(11)અફઝલખાન સિકંદરખાન પઠાણ રહે.ભરૂચ
(12) સઇદ કાસમ સાહેબખા રહે.ભરૂચ
(13)સંજયભાઈ મગનભાઈ વિસાવડીયા


