મથુરા, તા. 27 સપ્ટેમ્બર : ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રીકૃષ્ણ વિરાજમાન મામલાને લઈને અત્યાર સુધી છ થી વધારે અરજી સિવિલ જજ સીનિયર ડિવીઝનની કોર્ટમાં દાખલ કરવામાં આવી ચૂકી છે.તમામ અરજીઓ પર ન્યાયાલય સુનાવણી કરી રહ્યા છે. ન્યાયાલયમાં વધુ એક નવી અરજી દાખલ કરવામાં આવી છે.ન્યાયાલય આ અરજી પર 25 ઓક્ટોબરે સુનાવણી કરશે.
1968માં થયા હતા મંદિર-મસ્જિદની વચ્ચે કરાર
માંટ ક્ષેત્રના રહેનાર ગોપાલ ગિરી મહારાજે ભક્ત હોવાના સંબંધે જિલ્લા જજની અદાલતમાં શ્રીકૃષ્ણ જન્મ ભૂમિની 13.37 એકર ભૂમિને અતિક્રમણ મુક્ત કરાવવા અને પૂર્વમાં 1968ની મસ્જિદ અને મંદિરની વચ્ચે થયેલા કરારને ખોટા ગણાવ્યા છે.તેમણે કહ્યુ કે પૂર્વમાં જે કરાર કરવામાં આવ્યા છે તે ખોટા છે.તેથી અરજીકર્તાઓ દ્વારા શ્રીકૃષ્ણ જન્મભૂમિની જમીનમાં શાહી ઈદગાહ મસ્જિદને ખોટા ગણાવ્યા અને હટાવવાની માગ કરવામાં આવી છે.
25 ઓક્ટોબરે થશે સુનાવણી
અરજીકર્તા દ્વારા પહેલા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલાને લઈને જિલ્લા જજની કોર્ટમાં અરજીને દાખલ કરવામાં આવી.જિલ્લા જજની કોર્ટે મામલાને સિવિલ જજ સીનિયર ડિવિઝનની કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો.સાથે જ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ,શાહી ઈદગાહ મસ્જિદ મથુરા, શ્રીકૃષ્ણ સેવા સંસ્થાન અને શ્રીકૃષ્ણ સેવા સંઘે નોટિસ જારી કરી છે.ન્યાયાલય સમગ્ર મામલે 25 ઓક્ટોબરે સુનાવણી કરશે.

