– ભગવાન રામના બાળ સ્વરૂપના દર્શન થતા જ પીએમ મોદીએ રામ લલ્લાના ચરણોમાં સાષ્ટાંગ દંડવત કર્યા.બાદમાં કાર્યક્રમના મંચ પર પહોંચ્યા તો તેમણે ત્યાં 11 દિવસના વિશેષ અનુષ્ઠાનનું વ્રત ખોલ્યું.
અયોધ્યા, 22 જાન્યુઆરી : અયોધ્યામાં ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચુકી છે.પીએમ મોદી મુખ્ય યજમાન હતા.તેમણે વિધિ વિધાનથી અનુષ્ઠાનની પ્રક્રિયા પૂર્ણ કરી છે.પીએમ મોદીએ કમળના ફૂલથી પૂજા અર્ચના કરી હતી.ત્યાર બાદ ભગવાન રામના બાળ સ્વરૂપના દર્શન કર્યા.અંતમાં પીએમ મોદીએ રામ લલ્લાના ચરણોમાં સાષ્ટાંગ દંડવત કર્યા.બાદમાં જ્યારે પીએમ મોદી કાર્યક્રમના મંચ પર પહોંચ્યા તો તેમણે ત્યાં 11 દિવસના વિશેષ અનુષ્ઠાનનું વ્રત ખોલ્યું.નિર્મોહી અખાડાના સ્વામી ગોવિંદ ગિરીજી મહારાજે પીએમ મોદીને ચમચીથી પાણી પીવડાવ્યું.
Saints had suggested PM @narendramodi to observe just 3 days long fast.
PM Modi said, no I'll fast for whole 11 days & will complete all the necessary rituals.
He broke his fast today after #RamMandirPranPrathistha is done. What a man….🫡🙏 pic.twitter.com/DlNa7mVqyT
— Mr Sinha (@MrSinha_) January 22, 2024
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ શ્રીરામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 11 દિવસના અનુષ્ઠાન કર્યા હતા.પીએમએ તેમના ઉપવાસ દરમિયાન ગાયની પૂજા કરી હતી.તેઓ જમીન પર સૂતા અને નારિયેળ પાણી પીને તેમજ ફળ ખાઈને રહ્યા.મોદીએ રામાયણ સાથે જોડાયેલા ચાર રાજ્યોના સાત મંદિરોમાં દર્શન-પૂજન પણ કર્યા.પીએમની ભક્તિ-ભાવ અને પૂજા કરવાની અનેક તસવીરો સામે આવી હતી.
રામલલ્લાની મૂર્તિને સોના અને નીલમણિના આભૂષણોથી શણગારવામાં આવી છે.પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લાની આંખની પટ્ટી દૂર કરવામાં આવી હતી.આજે આંખો પરની પટ્ટી હટાવતા જ આખી દુનિયાએ રામ લલ્લાના દર્શન કર્યા.ભક્તોએ પ્રથમ વખત ભગવાન રામના દર્શન કર્યા.ગયા અઠવાડિયે જ રામ મંદિરમાં 51 ઇંચની નવી પ્રતિમા મૂકવામાં આવી હતી.