શ્રી ગોવર્ધન નાથજીની હવેલી શક્તિ નગર, દહિસર દ્વાર 84 બેઠકજી મંદિર દ્વારા ગત તારીખ 9 જુનના રોજ મહાપ્રસાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સમગ્ર આયોજન હવેલીના મુખિયાજી પ્રવિણભાઈ હસ્તક રાખવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ સમ્પ્રદાયનાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. જેમા સપ્તમ ગૃહાચાર્ય પૂજ્ય ગોસ્વામી 108 શ્રી શિશિરકુમારજી મહારાજશ્રીના આશીર્વાદ લેવા આમદાર શ્રીમતી મનીષાબેન ચૌધરી,મા. નગરસેવક શ્રી જગદીશભાઈ ઓઝા,મા. નગરસેવિકા શ્રીમતી સંધ્યાબેન દોશી, શ્રી કરુણાશંકરભાઈ ઓઝા આવા એનેક મહાનુભાવોએ લાભ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રંસગે લગભગ 700 વૈષ્ણવોએ દર્શનને મહાપ્રસાદનો આનંદ લાભ લીધો …
આ માહિતી હવેલીના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ શાહ અને તેમની ટીમના શ્રીમતી જીજ્ઞાબેન મહેતા, શ્રીમતી નિશાબેન જાજલ, શ્રીમતી કામિનીબેન દેસાઈ, શ્રીમતી તૃપ્તિબેન દેસાઈ, શ્રીમતી કાલિંદીબેન પારેખ, શ્રીમતી રીટાબેન મહેતા, શ્રીમતી અક્ષતાબેન પરબ, શ્રીમતી મિતલબેન પંચાલ,
શ્રી કીર્તિભાઈ મહેતા, શ્રી નિરજભાઈ જાજલ, શ્રી રોહિતભાઈ શાહ, શ્રી નિલેશભાઈ પારેખ ,શ્રી ચિરાગભાઈ મહેતા, શ્રી કલ્પેશભાઈ શાહ, શ્રી હસમુખભાઈ નોતરીયા,શ્રી રાજુભાઈ દવેના સાથ સહકારથી પાર પાડવામાં આવ્યું હતું.આ પ્રસંગે ટ્રસ્ટીગણ સહીત તમામે કાર્યક્રમના અંતે
સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કહી સમાપન વિધિ પૂર્ણ કરી હતી.