આજે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મદિવસ છે.આજનો દિવસ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં રામનવમીના પાવન પર્વ તરીકે ઉજવવામાં આવે છે.આજે ચૈત્રી નવરાત્રિનો પણ અંતિમ દિવસ છે.લોકડાઉનના કારણે મંદિરોમાં સામુહિક પ્રાર્થના અને પૂજા નહીં થાય.લોકો પોતપોતાના ઘરે ભગવાન શ્રીરામની તસવીર સમક્ષ દિવો કરી પ્રાર્થના કરી આશિર્વાદની કામના કરી રહ્યા છે.
રામનવમીના આ પવિત્ર મહાન પર્વે સમગ્ર વિશ્વ જે મહામારીનો સામનો કરી રહી રહ્યું છે તે મહામારી સામે પ્રભુ શ્રીરામ ના ચરણોમાં પાર્થના કે વિશ્વ સહીત ભારત રાષ્ટ્રને આ મહામારીમાંથી ઉગારી સૌનું કલ્યાણ કરે.આજના આ પર્વની સૌ દેશવાસીઓને હાર્દિક શુભકામના.