મુંબઇ, તા.૩: એકટ્રસે શ્વેતા તિવારી તેની પર્સનલ લાઇફને કારણે ઘણી ચર્ચામાં રહે છે.પહેલાં પતિથી છુટાછેડા બાદ વર્ષ ૨૦૧૩માં અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કયા અને લગ્ન બાદ દીકરાનાં જન્મ પછી તેમનાં સંબંધોમાં આવેલી ખટાશ.થોડા મહિના પહેલાં અભિનવે આરોપ લગાવ્યો હતો કે,તેની પત્ની શ્વેતા તેને દીકરાથી અલગ કરી દીધો છે.એક વખત ફરી અભિનવે આ આરોપ લગાવ્યો છે.તેણે કહ્યું કે,દીકરા રિયાન્સને શ્વેતાએ છુપાવી દીધો છે.જોકે,તે તમામ આરોપોની વચ્ચે આશરે ૧ અઠવાડિયા બાદ તેનાં દીકરા સાથે મુલાકાત થઇ.એટલું જ નહીં અભિનવે હવે શ્વેતા વિરુદ્ઘ માનહાનિનો કેસ ઠોકી દીધો છે. શ્વેતા તિવારી ગત મહિનામાં કોરોના પોઝિટિવ આવવાને કારણે તે ખુબ ચર્ચામાં હતી.કોરોનાને કારણે તેણે તેનાં દીકરા રિયાંશને તેનાં પિતા અભિનવ કોહલીને સોંપ્યો હતો.પણ હવે અભિનવનો આરોપ છે કે,૨૫ ઓકટોબરથી શ્વેતા તેને લઇ ગઇ છે અને દીકરાને ગુમ કરી દીધો છે.