નાગપુર : દેશમાં કોરોના સંક્રમણનો વ્યાપ વકર્યો છે.કોરોના વાયરસની લપેટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત પણ આવી ગયા છે.મોહન ભાગવત કોરોના સંક્રમિત થયા છે અને તેમને સારવાર માટે નાગપુરની એક ખાનહી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આરએસએસના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી આ અંગે માહિતી આપવામાં આવી છે.આરએસએસએ ટ્વીટ કરીને જણાવ્યુંકે ડોક્ટર મોહન ભાગવતનો કોરોનાટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.શુક્રવારે બપોરે જ ડો. મોહન ભાગવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને બાદમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સંઘના જણાવ્યા મુજબ ડો. ભાગવતને કોરોનાના સામાન્ય લક્ષણો છે.સાવચેતી અને યોગ્ય સારવાર માટે તેમને નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ મોહન ભાગવત જલ્દીથી સ્વસ્ થાય તેવી કામના સાથે ટ્વીટ કર્યું હતું.

