[weather_data]
Breaking News
TRENDING NEWS

સંઘપ્રદેશ દમણમાં કોરોનાનો ઓછાયો, બે પોઝિટિવ કેસ આવ્યા

[updated_date] [post_views]

Table of Content

દમણ : સંઘપ્રદેશ દમણમાં પણ કોરોનાએ દસ્તક દીધી છે અને મંગળવારે બે લોકો કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું સત્તાધીશોએ જણાવ્યું છે.મુંબઈથી તાજેતરમાં આવેલા એક પુરૂષ અને બાળકીને કોરોના પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જિલ્લા કલેક્ટર રાકેશ મિનહાસે જણાવ્યું હતું.

મુંબઈથી પરત આવેલા એક 41 વર્ષના પુરૂષ તેમજ 4 વર્ષની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.પુરૂષને અત્યાર સુધી સરકારી આરોગ્ય સેવા હેટલ કોરન્ટાઈન કરવામાં આવ્યો હતો જ્યારે બાળકીને તેના માતા-પિતા સાથે ખારીવાડ વિસ્તારમાં આવેલા તેના ઘરે કોરન્ટાઈન કરાઈ હતી.જો કે આ બન્નેના રિપોર્ટ પોઝિટિવ આતા મારવાડ ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું.

હોમ કોરન્ટાન રહેલી બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેના માતા-પિતાનો ટેસ્ટ પણ કરાયો હતો જે નેગેટિવ આવ્યો છે અને તેમને પણ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.મુંબઈ પરત આવેલા અન્ય 41 વર્ષના શખ્સને સરકારી કોરન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો અને તે બાદમાં કોઈના સંપર્કમાં આવ્યો નથી.દમણમાં બે કેસ આવતા ખારીવાડ વિસ્તારને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાયો છે.તંત્ર દ્વારા વધુ તકેદારીના ભાગરૂપે સમગ્ર વિસ્તારમાં ડિસઈન્ફેક્ટન્ટ પ્રક્રિયા હાથ ધરાઈ છે તેમજ બાળકી વધુ કોઈના સંપર્કમાં આવી હતી કે તેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.કડક લોકડાઉનના અમલને પગલે સંઘપ્રદેશ દમણ અને દીવ અત્યાર સુધી કોરોના વાયરસમુક્ત હતા પરંતુ હવે દમણમાં બે કેસ નોંધાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles