નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી, 2022, ગુરૂવાર : સંજય દત્તની પુત્રી ત્રિશલા દત્ત બોલિવુડની સૌથી વધારે ચર્ચામાં રહેનારી સ્ટાર કિડ છે.જોકે,ત્રિશલા ઈન્ડિયામાં નથી રહેતી તેમ છતાં લોકો તેના વિશે જાણવા ઉત્સુક રહે છે.સંજય દત્તની પુત્રી ત્રિશલા દત્ત સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાના સ્ટાઈલિશ ફોટો અહીં શેર કરતી રહે છે.ત્રિશાલા દત્તની સુંદરતાના ચાહકો દિવાના છે અને તેના દરેક ફોટા પર પ્રેમ વરસાવે છે.ત્રિશલાની એક નવી ફોટો સામે આવ્યો છે જેમાં તે હદથી વધારે સુંદર લાગી રહી છે.
ત્રિશલા દત્તે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાનો જે લેટેસ્ટ ફોટો શેર કર્યો છે તે જોવા લાયક છે.આ તસવીરમાં તે બોલિવૂડની કોઈપણ અભિનેત્રીથી ઓછી નથી દેખાતી.આ તસવીરમાં ત્રિશલાને પિન્ક કલરના ટોપ અને ગ્રે જીન્સમાં જોઈ શકાય છે.ત્રિશલાના હાથમાં ગુલાબની એક કલગી છે.લાંબા અને ખુલ્લા વાળમાં ત્રિશલા મુસ્કાન આપતા કેમેરાને પોઝ આપતી દેખાઈ રહી છે.એ વાતમાં કોઈ શંકા નથી કે,તસવીરમાં ત્રિશલા ખૂબ જ ગોર્જિયસ દેખાઈ રહી છે.
ત્રિશલા દત્તના ફોટો પર કમેન્ટની વાત કરીએ તો એક યુઝરે લખ્યું છે કે,’ક્યા ખૂબ લગ રહી હો’,એક બીજા યુઝરે તો એટલે સુધી કહી દીધું કે,ત્રિશલા આખી પોતાની દાદી નરગીસ દત્ત પર ગઈ છે.એકંદરે લોકો તેનો આ ફોટો ખૂબ પસંદ કરી રહ્યા છે.ત્રિશલાની વાત કરીએ તો તે સંજય દત્તની પહેલી પત્ની ઋચા શર્માની પુત્રી છે.