પત્નીના નામ પર ઇડી એ સમન્સ મોકલતા ભડકેલા શિવસેનાના નેતા સંજય રાઉતએ કેન્દ્ર સરકારને ચેતવણી આપતા કહ્યું કે તેઓ આ પ્રકારની વસ્તુઓથી ડરવાના નથી.રાઉતે સોમવારે બપોરે પત્રકાર પરિષદ કરીને મોદી સરકાર પર પ્રહારો કર્યા.રાઉતે કહ્યું કે તેમના પત્ની વર્ષા રાઉતના નામે રાજકીય વિરોધના લીધે સમન્સ મોકલ્યા છે.ઇડી કેન્દ્ર સરકારના ઇશારા પર કામ કરી રહ્યું છે.રાઉતે કહ્યું કે અમે કાયદાનું પાલન કરીશું.
મારી સામે પંગો ના લેતા
સંજય રાઉતે કહ્યું કે મારી સામે પંગો ના લેતા, ‘મેં તો નંગા આદમી હું’ અને શિવસૈનિક છું.મારી પાસે ભાજપની ફાઇલ છે,જો તેને નીકાળી તો દેશ છોડીને ભાગવું પડશે.મારી પાસે 121 લોકોના નામ છે.ટૂંક સમયમાં જ ઇડીને આપીશ.એટલા નામ છે કે 5 વર્ષ ઇડીને કામ કરવું પડશે.ત્યારે ઇડીને ખબર પડશે કે કોની સામે પંગો લીધો છે.
આ બધું રાજકીય ષડયંત્ર છે
સંજય રાઉતે કહ્યું કે આ બધું રાજનીતિથી પ્રેરિત છે. 10 વર્ષ જૂના કેસ નીકાળ્યા છે ઇડી એ. અમે મિડલ કલાસના લોકો છીએ.મારા પત્ની ટીચર છે.પત્ની એ મિત્રો પાસેથી 50 લાખની લોન લીધી હતી.રાજ્યસભાના એફિડેવિટમાં તેનો ઉલ્લેખ છે.ઇનકમ ટેક્સમાં પણ આ દેખાડ્યું છે.આ છુપાયેલી વાત નથી.તેનાથી ઇડી અને ભાજપને શું તકલીફ છે.આ દેશમાં ભાજપ માટે મોટા-મોટા સૂરમા બેઠા છે.જો હું તેમના પરિવાર સુધી પહોંચ્યો તો તેમને દેશ છોડીને ભાગવું પડશે.
હું ડરવાનો નથી, હું તેમનો બાપ છું
રાઉતે કહ્યું કે મને શિવસેના અને એનસીપીના 22 ધારાસભ્યોની યાદી દેખાડવામાં આવી હતી.મને કહેવામાં આવ્યું હતું કે જો હું તેમની સરકારની મદદ કરીશ તો ધીમે ધીમે આ તમામની ઉપર ઇડી કે બીજી એજન્સી કાર્યવાહી કરશે.તેમાં સૌથી પહેલાં નામ પ્રતાપ સરનાઇકનું હતું.ભાજપવાળા છેલ્લાં એક વર્ષથી મળીને એ સમજાવાની કોશિષ કરી રહ્યા છે કે તું આ સરકારને બચાવાની કોશિષ ના કર.અમે તેને તોડવા માંગીએ છીએ.અલગ-અલગ રીતે ધમકી અને ઇશારા આપીને મને ડરાવાની કોશિષ કરી.પરંતુ હું ડરવાનો નથી,હું તેમનો બાપ છું.


