દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે માટે વડાપ્રધાને ગઈકાલે રાત્રે દેશવાસીઓને અપીલ કરી હતી અને જેમાં ૬૦ થી ૬૫ વર્ષની વયના કે તેથી ઉપરના સીનીયર સિટીઝન માટે ઘરની બહાર ન નીકળવું તેવી અપીલ કરી હતી પરંતુ ખુદ સંસદ સભ્યો જ વડાપ્રધાનની વાત માનશે નહીં કે શું તેવો પ્રશ્ન ઉઠયો છે.
સંસદની કાર્યવાહી શા માટે ચાલી રહી છે તેવો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો છે . રાયસભામાં ૪૪% સંસદસભ્યો ૬૫ કે તેથી ઉપરની વયના છે એ જ રીતે લોકસભામાં ૨૨% સંસદસભ્યો ૬૫ તેથી ઉપરની વયના છે.
તો આ બધા મહાનુભાવો શા માટે ઘરમાં નથી અને સંસદમાં શું કરી રહ્યા છે શું એ લોકોને કોઈ જવાબદારીનું ભાન નથી? તેવો પ્રશ્ન તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ દ્રારા કરવામાં આવ્યો છે.
વડાપ્રધાનની અપીલનો અનાદર કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાને સાફ શબ્દોમાં એમ કહ્યું છે કે કેટલીક સૂચનાઓનું પાલન કરીને આપણે બચવાનું છે અને બીજાઓને પણ બચાવવાના છે તો પછી સંસદ સભ્યો આ જવાબદારી ઉઠાવવા માટે કેમ તૈયાર નથી ?
જનતા પાસે વડાપ્રધાને જે અપેક્ષા રાખી છે તે સંસદ સભ્યો પાસે પણ રાખી છે આમ છતાં સંસદની કાર્યવાહી ચાલી રહી છે અને તેમાં ૬૦ થી ૬૫ વર્ષ કે તેથી ઉપરની વયના સંસદ સભ્યો હાજર છે.