સુરત, તા. 25 માર્ચ : કોરોના સંક્રમણના વધતાં જતાં કેસોને ધ્યાનમાં લઈને જુદીજુદી સેવાભાવી સંસ્થાઓ અને એસોસિએશન વતી ટેક્સટાઇલ ઉદ્યોગના કારીગર મજૂરોને વિનામૂલ્યે માસ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.સચિન ઇન્ડસ્ટ્રિયલ કો-ઓ. સોસાયટી તરફથી આજે 6000 જેટલાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સચીન જીઆઇડીસીમાં કુલ 2250 ઔદ્યોગિક એકમો છે અને ત્રણ લાખથી વધુ કારીગર વર્ગ સંકળાયેલો છે.વિવિંગ,કેમિકલ,એન્જિનિયરિંગ,પ્લાસ્ટિક અને પ્રોસેસિંગ એકમોમાંના કારીગરો અને મજૂરોને મદદરૂપ થવા ખાસતો,કોરોનો સંક્રમણથી બચાવી શકાય તે માટે માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે.બે દિવસ પહેલાં જ સોસાયટી તરફથી મ્યુનિ. કમિશનરને 1 લાખ માસ્ક વિતરણ માટે આપવામાં આવ્યાં હતાં.
સચિન ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ સોસાયટીના હોદ્દેદારોએ આજે સચિનના જુદા જુદા વિસ્તારમાં મજૂરો અને કારીગરોને માસ્ક આપવાનું ચાલુ કર્યું હતું.ઉદ્યોગકારોને પણ તેમના કાર્યકરોને અને મજૂરોને માસ્કનું વિતરણ કરવાની સૂચના આપવામાં આવી છે. કોવિડ ગાઇડ લાઇનનો અમલ થઈ શકે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે,એમ મહેન્દ્ર રામોલિયા જણાવ્યું હતું.