– વાઝેને હોટલમાં લઈ જઈ સીન રિક્રેયેટ કરાયો
મુંબઈ : મુકેશ અંબાણીના નિવાસસ્થાન બહાર મૂકવામાં આવેલ વિસ્ફેોટકો પ્રકરણે સચિન વાઝેની ચાલી રહેલી તપાસમાં ટ્રાઈડન્ટ હોટલના સીસીટીવી ફૂટેજની તપાસમાં એનઆઈએને એક શંકાસ્પદ મહિલા નજરે પડે છે.આ મહિલાના હાથમાં નોટ ગણવાનું મશીન પણ નજરે પડે છે.આ મહિલા કોણ હતી તેની ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.
સોમવારે એનઆઈએ વાઝેને ટ્રાઈડન્ટ હોટલમાં લઈ ગઈ હતી અને સીન રિક્રિયેટ કર્યો હતો.વાઝે પાંચ દિવસ આ હોટલમાં રોકાયો હતો.વાઝે ૧૬થી ૨૦ ફેબુ્રઆરી દરમ્યાન આ હોટલમાં બનાવટી નામ અને બનાવટી આધારકાર્ડને આધારે રોકાયો હતો.એનઆઈએએ વાઝેને લઈ ૩ કલાક અહીં તપાસ ચલાવી હતી જેમાં અહીંના સીસીટીવી ફૂટેજમાં વાઝે સાથે એક મહિલા પણ નજરે પડે છે.આ મહિલો વાજેને નોટ ગણવાનું મશીન પણ આપ્યું હતું.એનઆઈએને શક છે કે આ મહિલા પણ આ ષડયંત્રમાં સામેલ હતી.આ મહિલા દમણથી આવી હોવાનું માનવામાં આવે છે.
વધુમાં એનઆઈએ ગતરોજ ઉધોગપતિના પુત્રની સંડોવણી ખુલતા તે દિશામાં તપાસ હાથ ધરી રહી છે જયારે હવે દમણની મહિલા કોણ છે તે દિશામાં પણ એનઆઈએ તપાસ શરુ કરતા વાજેના દમણ કનેક્શનને લઇ આ મુદ્દો ટોક ઓફ ઘી ટાઉન બન્યો છે.દમણના રાધામાધવ કોર્પોરેશન લિમિટેડ કંપનીમાંથી અભિષેક અગ્રવાલ પાસેથી એક લકઝરીયસ કાર સોમવારે મોડી રાત્રે મુંબઈની ATSની ટીમે કબ્જે કરી હતી.જે સચિન વાઝે અને મનસુખ હિરેન મામલે વોલ્વો કાર મુંબઈ ATSની ટીમે કબ્જે કરી વધુ તપાસ માટે મુંબઈ ATS કચેરી ખાતે કારને લઈ ગયા છે.

