સુરત : સચિન જીઆઇડીસી સ્થિત બરફ ફેકટરી નજીક મૌર્યા મોબાઇલ અને મૌબાઇલ ટ્રેડીંગ નામની દુકાનનો માલિક ઘરે આરામ કરવા જતા સેલ્સમેન 21 નંગ મોબાઇલ અને 25 થી વધુ જીન્સ પેન્ટ મળી કુલ રૂ.1.90 લાખની મત્તા ચોરીને રફુચક્કર થઇ જતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.સચિન જીઆઇડીસી સ્થિત બરફ ફેકટરી નજીક સોમનાથ નગરમાં આવેલી મૌર્યા મોબાઇલ નામની દુકાનનો માલિક વિકાસ રામચેત મૌર્યા(રહે.ઇશ્વરનગર,ગભેણી રોડ,તા.ચોર્યાસી, જિ.સુરત)અઠવાડીયા અગાઉ સેલ્સમેન દિપક ચૌધરી દુકાનની જવાબદારી સોંપી ઘરે જમવા ગયા હતા.
જમ્યા બાદ બપોરે આરામ કારી વિકાસ પરત આવ્યો ત્યારે દુકાનનો કાચનો દરવાજો લોક હતો અને વિકાસ ગાયબ હતો.જેથી વિકાસની શોધખોળ કરતા તેનો પત્તો મળ્યો ન હતો.વિકાસે તુરત જ તેના નાના ભાઇ એવા જમીન દલાલ સંદીપને જાણ કરી દરવાજાની બીજી ચાવી ઘરેથી મંગાવી દુકાનમાં તપાસ કરી હતી.પરંતુ ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે મોબાઇલની દુકાનમાંથી અલગ-અલગ કંપનીના 21 નંગ મોબાઇલ કિંમત રૂ.1.60 લાખ અને પહેલા માળે આવેલી મૌર્યા ટ્રેડીંગ નામની કપડાની દુકાનમાંથી 25 જેટલા જીન્સ પેન્ટ કિંમત રૂ.30 હજાર મળી કુલ રૂ.1.90 લાખની મત્તા પણ ગાયબ હતી.વિકાસ અને સંદીપે દિપકની શોધખોળ કરી હતી પરંતુ કયાંય પત્તો નહીં મળતા છેવટે સચિન જીઆઇડીસી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.