29 ફેબ્રુઆરી સુધી ફાઇલ કરવામાં આવેલા GSTR 3B રિટર્નનો કુલ આંકડો 83 લાખ
એજન્સી, નવી દિલ્હી:
GST કલેક્શનમાં કેન્દ્ર સરકારને સતત ચોથા મહિને પણ સફળતા સાંપડી છે. ફેબ્રુઆરી મહિનામાં કુલ જીએસટી કલેક્શન 1.05% લાખ કરોડ રુપિયા રહ્યુ. જે ગત વર્ષની સરખામણીમાં 8% વધારે છે. આ પહેલા નવેમ્બર-ડિસેમ્બર 2019 અમે જાન્યુઆરી 2020માં કુલ GSTકલેક્શન 1 લાખ કરોડ રુપિયાથી વધારે હતું.
નાણા મંત્રાલય તરફથી જાહેર કરાયેલી આંકડાકીય માહિતી મુજબ ફેબ્રુઆરી 2020માં કુલ GSTકલેક્શન 1,05,366 કરોડ રુપિયા થયું, જે પૈકી CGST 20,569 કરોડ રુપિયા, SGST 27,348 કરોડ રુપિયા, IGST 48,503 કરોડ રુપિયા અને સેસ 8,947 કરોડ રુપિયા થયું હતું.
જાન્યુઆરી મહિના માટે 29 ફેબ્રુઆરી સુધી ફાઇલ કરવામાં આવેલા GSTR 3B રિટર્નનો કુલ આંકડો 83 લાખ હતો. આ સિવાય કેન્દ્ર સરકારે IGST માંથી 22,586 કરોડ રુપિયાનું CGST, 16,553 કરોડ રુપિયાના SGSTનું રેગ્યુલર સેટલમેન્ટ કર્યું છે. જાણકારી મુજબ ફેબ્રુઆરી 2020માં રેગ્યુલેટર સેટલમેન્ટ તરીકે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે 43,155 કરોડ રુપિયાનું CGST, 43,901 કરોડ રુપિયા SGST રહ્યું. Domestic transaction દ્વારા કુલ જીએસટી કલેક્શન ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 12% વધ્યુ છે. ફેબ્રુઆરી 2020માં ચીજ-વસ્તુઓના ઇમ્પોર્ટથી મેળવેલ જીએસટી આવકમાં 8%નો વધારો નોંધાયો છે.
કેન્દ્ર સરકારે જાન્યુઆરી મહિના માટે જીએસટી કલેક્શનનું અનુમાન 1.15 લાક કરોડ રુપિયા રાખ્યુ હતું. પરંતુ જાન્યુઆરીમાં કલેક્શન 1.10 લાખ કરોડ રુપિયા થયુ હતું. આ પહેલા નવેમ્બર, ડિસેમ્બર 2019માં જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રુપિયાથી વધારે થયુ હતું.