જમ્મુકાશ્મીર, તા. 24 માર્ચ 2022, ગુરૂવાર : જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે થોડા દિવસ અગાઉ દાવો કર્યો હતો કે,આરએસએસ સાથે જોડાયેલા એક નેતા અને અંબાણી સંબંધિત ફાઈલોને મંજૂર કરવાના બદલામાં તેમને 300 કરોડની લાંચની ઓફર કરવામાં આવી હતી.સત્યપાલ મલિકના આ દાવાથી સનસનાટી મચી ગઈ હતી.હવે જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રએ હવે તેના આ આરોપોની સીબીઆઈ તપાસ કરવા માટે ભલામણ કરી છે.સત્યપાલ મલિકનું કહેવું છે કે,ફાઈલ કરવા માટે તેમને 300 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી પરંતુ તેમણે આ ડિલ નામંજૂર કરી દીધી હતી.જોકે,આ દરમિયાન મલિકે પીએમ નરેન્દ્ર મોદીની સરાહના કરતા જણાવ્યું હતું કે,તેઓ ભ્રષ્ટાચાર સાથે કોઈ સમજોતો ન કરવો.
રાજસ્થાનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મલિકે આ દાવો કર્યો હતો.તેમણે જણાવ્યું કે,કાશમીર ગયા બાદ મારી પાસે બે ફાઈલો આવી હતી.એક ફાઈલ અંબાણીની હતી અને બીજી આરએસએસ સાથે જોડાયેલા એક વ્યક્તિની હતી જેઓ અગાઉની મહેબૂબા મુફ્તી અને ભાજપની ગઠબંધન સરકારમાં મંત્રી હતા.તેઓ પીએમ મોદીના પણ ખૂબ નજીક હતા.મલિકે આગળ જણાવ્યું કે,મને સચિવોએ સૂચના આપી કે,તેમાં કૌંભાડ થયો છે અને પછી મેં એક પછી એક બંને ડીલ રદ કરી દીધી છે.સચિવોએ મને કહ્યું કે,બંને ફાઈલો માટે 150-150 કરોડ રૂપિયા આપવામાં આવશે પરંતુ મેં તેમને કહ્યું કે,હું પાંચ કુર્તા-પાયજામા લઈને આવ્યો હતો અને માત્ર તેની સાથે જ જતો રહીશ.
સત્યપાલ મલિક અગાઉ પણ જમ્મુ-કાશમીરને લઈને ઘણા દાવા કરી ચૂક્યા છે.તેમણે કહ્યું કે,જમ્મુ-કાશ્મીર દેશના સૌથી ભ્રષ્ટ રાજ્યોમાંથી એક છે. મલિકે કહ્યું હતું કે,કાશ્મીર દેશનું સૌથી ભ્રષ્ટ સ્થળ છે. આખા દેશમાં 4થી 5 ટકા કમિશમ માગવામાં આવે છે પરંતુ કાશ્મીરમાં 15%માગણી કરવામાં આવે છે.તેમણે કહ્યું કે,જોકે,હું ગરીબ માણસ છું એટલે દેશના કોઈ પણ શક્તિશાળી માણસ સાથે લડી શકું છું.રિટાયર થયા બાદ રહેવા માટે ઘર પણ નથી એટલે ચિંતા કરવા જેવી કોઈ બાબત જ નથી.