સપ્તાહ માટે સમગ્ર મુંબઇમાં 144ની કલમ લાગું કરવાની મોટી જાહેરાત કરતી મુંબઈ પોલીસ
મુંબઈ : દેશભરમાં CAA-NRPનો વિરોધ યથાવત છે. ત્યારે મુંબઈમાં પણ આ મુદ્દે દેખાવો અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે મુંબઈ પોલીસે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં પોલીસે સોમવાર સવારથી એક સપ્તાહ માટે સમગ્ર મુંબઇમાં 144ની કલમ લાગું કરવાની મોટી ઘોષણા કરી છે. આ અતંર્ગત કોઈ પણ પ્રકારની સભા કે સરઘસ પર અકિલા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મુંબઇ પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યા મુજબ છેલ્લા થોડા દિવસથી મુંબઇમાં પણ સીએએ અને એનઆરપી વિરોધી આંદોલનો અને દેખાવો થઇ રહ્યા હતા. ગયા સપ્તાહે દિલ્હીમાં થયેલી હિંસા અને અકીલા તોફાનો બાદ અમે અગમચેતી રૂપે આ પગલું ભર્યું હતું. મુંબઇ દેશની આર્થિક રાજધાની છે. અહીં તોફાન કે હિંસા થાય એની અસર દેશના અર્થતંત્ર પર થઇ શકે છે એટલે મુંબઇ પોલીસે અગમચેતીના પગલા રૂપે આ જાહેરાત કરી હતી.