સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભરડો યથાવત છે,ત્યારે (corona) અમેરિકી પ્રમુખે એક નિર્ણય કર્યો છે.જેમાં કોરોનાના કહેર વચ્ચે અ્મેરિકામાં હવે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રેશન પર રોક લગાવી દીધી છે.ટ્રમ્પે આજે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે,(corona) નહી દેખાતા દુશ્મન એટલે કે કોરોના વાયરસના આક્રમણ અને અમેરિકાના લોકોની નોકરીઓ બચાવવા માટે અમેરિકામાં ઈમિગ્રેશનને હંગામી ધોરણે બંધ કરવામાં આવે છે.આ માટેના ઓર્ડર પર હું સહી કરી રહ્યો છું.
સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભરડો યથાવત
ટ્રમ્પના નિવેદનનો અર્થ એ થયો કે ,નવી જાહેરાત સુધી હવે બહારના લોકોને અમેરિકામાં નોકરી માટે એન્ટ્રી નહી મળે.ટ્રમ્પના વલણને જોતા હવે એચ વન બી વિઝા પર પણ અંકુશ મુકાય તો નવાઈ નહી હોય.આ વિઝા કેટેગરીનો મહત્તમ લાભ ભારતીયોને મળતો હોય છે.
અમેરિકામાં નોકરી માટે એન્ટ્રી નહી મળે
ઉલ્લેખનીય છે કે,કોરોના કારણે અમેરિકાના લોકો જીવ તો ગુમાવી જ રહ્યા છે પણ સાથે સાથે નોકરી પણ ગુમાવી રહ્યા છે.ગયા સપ્તાહમાં 2.2 કરોડ નાગરિકોએ બેરોજગારી ભથ્થા માટે અરજી કરેલી છે.


