By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સમરોલીમાં એક સાથે પરિવારના ચાર સભ્યોની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચઢ્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સમરોલીમાં એક સાથે પરિવારના ચાર સભ્યોની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચઢ્યું
GeneralSouth Gujarat

સમરોલીમાં એક સાથે પરિવારના ચાર સભ્યોની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચઢ્યું

HM News
Last updated: 05/05/2022 8:36 AM
HM News
3 years ago
Share
SHARE

ચીખલી : ગત રોજ નવસારીના કસ્બાપાર ગામથી નેશનલ હાઇવે 48 તરફ જતા માર્ગ ઉપર કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા ચીખલી તાલુકાના સમરોલી ગામમાં રહેતા એકજ પરિવારના પાંચ લોકોનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું.જેની આજ રોજ અંતિમયાત્રા નીકળી હતી જેમાં કેબિનેટ મંત્રી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું.સોમવારના રોજ સુરતથી લગ્નની ખરીદી કરી પરત ફરતી વેળા કન્ટેનર પડતા ઇકો કાર ચગડાઈ જતા એક જ પરિવારના પતિ,પત્ની,પુત્ર સહિત પાંચ જેટલાના મોત નિપજ્યા હતા.

સમરોલી કાળાપુલ વિસ્તારના રહેવાસી પ્રફુલભાઈની દીકરીના લગ્ન તલાવચોરા ગામે ગોઠવાયા હતા.અને આગામી ૨૫-મી ના રોજ લગ્ન યોજાનાર હોય ગતરોજ પરિવાર સંબંધીઓ સાથે સુરત લગ્નની ખરીદી કરી પરત ફરી રહ્યા હતા.તે દરમ્યાન કસ્બા-ધોળાપીપળા માર્ગ ઉપર પડધા પાસે કન્ટેઇનર સાથે અકસ્માતમાં ઇકો કારમાં સવાર પ્રફુલભાઈ લલ્લુભાઇ પટેલ (ઉ.વ-૫૫) તેમની પત્ની મીનાક્ષીબેન પ્રફુલભાઈ પટેલ (ઉ.વ-૫૦),પુત્ર શિવ પ્રફુલભાઈ પટેલ (તમામ રહે.સમરોલી કાળાપુલ તા.ચીખલી) સાળી મનીષાબેન મુકેશભાઈ પટેલ (રહે.વંકાલ મોખા ફળીયા તા.ચીખલી) તથા પાડોશી રોનક કાંતિભાઈ પટેલ (ઉ.વ-૨૨) (રહે.સમરોલી કાળાપુલ તા.ચીખલી) એમ પાંચ જેટલાના મોત નિપજ્યા હતા.

ઉપરોક્ત કરુણ બનાવ અંગેની વાત વાયુવેગે પ્રસરતા સમગ્ર પંથકમાં ગમગીની ફેલાઈ જવા પામી હતી.અને સમરોલી કાળાપુલ સ્થિત આ પરિવારના નિવાસ સ્થાને આજે માનવ મહેરામણ ઉમટ્યૂ હતું.અને ચાર જેટલાની અંતિમયાત્રા એક સાથે નીકળતા અનેક લોકોની આંખો ભીની થઇ ગઇ હતી.અંતિમયાત્રામાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ,માજીમંત્રી કરશનભાઇ,ભાજપના મહામંત્રી ડો.અશ્વિનભાઈ,પ્રમુખ મયંકભાઈ સમરોલીના અગ્રણી દીપકભાઈ,તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ગાવિત સહિત અનેક આગેવાનો જોડાયા હતા.પોલીસ દ્વારા અંતિમયાત્રાના રૂટ પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.અને ડીવાયએસપી આર.ડી.ફળદુ ઉપરાંત સ્થાનિક પીઆઇ,પીએસઆઇ સહિતનાઓ પણ બંદોબસ્તમાં જોડાયા હતા.આ ઉપરાંત અન્ય મૃતક મનીષાબેનની અંતિમયાત્રા વંકાલ ગામેથી નીકળી હતી.

મૃતક પ્રફુલભાઈને ચાર દીકરી બાદ એક પુત્ર હતો.અને ચાર બહેનોનો લાડકવાયો એકનો એક ભાઈ પણ અકસ્માતમાં કાળને ભેટતા ચાર બહેનોનો એકનો એક ભાઈ પણ છીનવાતા પરિવારજનોના હૈયાફાટ રુદનથી અનેકની આંખો ભીની થઇ હતી.સમરોલીમાં એક સાથે એક જ પરિવારના પતિ,પત્ની,પુત્ર સહિત ચાર જેટલાની અંતિમયાત્રાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની કાલીમાં છવાઈ હતી.સમરોલીમાં સ્થાનિક ધંધાર્થીઓએ પણ તેમના વેપાર ધંધા બંધ રાખ્યા હતા.અકસ્માતમાં પાડોશી બે ભાઈઓ પૈકી દીપ બહાર ફેંકાઈ જતા તેનો બચાવ થયો હતો.

ATS એ કર્યો મોટો ખુલાસો : હિરેન પટેલની હત્યા રાજકીય કાવતરું, કોંગ્રેસ MLAના ભાઈની સંડોવણી
સમાજમાં દાખલો બેસાડ્યો: એક વ્યક્તિએ કિન્નર સાથે રીતિરિવાજ થી લગ્ન કર્યા, ટીકટોકથી પરિચયમાં આવ્યા હતા
પાકિસ્તાનમાં 14 વર્ષીય હિન્દુ યુવતીનુ ધર્મપરિવર્તન અને લગ્નની ઘટના જાણીને મગજ ફરી જશે
ફિલ્મ લેખિકા કનિકા ધિલ્લોનનું હિન્દુ વિરોધી ઝેર વાયરલ : ફિલ્મ રક્ષાબંધનની રિલીઝ પહેલા 17 હિંદુફોબિક ટ્વીટ્સ ડિલીટ કર્યા
મિત્રતાના સંબંધમાં દુરપયોગ કરી છેતરપિંડી : કાપડ વેપારી અને તેની બહેન સહિત ત્રણનો ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી રૂ. 7.19 લાખ તફડાવ્યા
Share This Article
Facebook Email Print
Previous Article મીઠાપુર વિસ્તારની વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજારનાર શિક્ષકને આજીવન કેદ
Next Article ચીખલી ના ચાસા ગામની સીમમાંથી રેંજ આઈજીની ટીમે 2 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up