ચીખલી : નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સમરોલી ગામે સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે છાપો મારતા ગ્રામ પંચાયતનો વોર્ડ સભ્ય સહિત બે જેટલાને રૂ.૮૦,૯૨૦/- ના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા હતા.જ્યારે અન્ય એક ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે સમરોલીના સુથારવાડ દર્શન સોસાયટીની સામે દિપક ફર્નિચર માર્ટ નામની દુકાનની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં અને રમેશભાઈ બાબુભાઇ હળપતિના મકાનમાંથી વિદેશી દારૂની બોટલો અને ટીન બિયર નંગ:-૪૮૪ કિંમત રૂ.૮૦,૯૨૦/- ના વિદેશી દારૂના જથ્થો ઝડપી પાડી મોબાઈલ ફોન અને બે મોટર સાયકલ સહિત રૂ.૧,૨૧,૫૯૦/- નો મુદ્દામાલ કબ્જે કરી દારૂ વેચાણ કરતા કનૈયા રાજુભાઇ હળપતિ (ઉ.વ-૩૬) (રહે.સમરોલી સુથારવાડ દર્શન સોસાયટીની સામે તા.ચીખલી) તથા પ્રિયંક અશોક રાઠોડ (રહે.મલવાડા તા.ચીખલી) તેમજ અન્ય બે સગીરોને ઝડપી પાડ્યા હતા.જોકે સગીરોને મા-બાપને નોટિસ આપી તેઓને મોકલી અપાયા હતા.વધુમાં પોલીસે દિપક રમેશભાઈ હળપતિ (રહે.સુથારવાડ દર્શન સોસાયટી સામે સમરોલી તા.ચીખલી) ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ નવસારી રૂરલ પોલીસ મથકના પીએસઆઇ-એન.બી.સોલંકી કરી રહ્યા છે.