નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ બે પોલીસકર્મીઓ પર જાસૂસી કરવાનો અને ફોન ટેપ કરવાનો આરોપ લગાવ્યો છે.આ બાબતની ફરિયાદ તેમણે મહારાષ્ટ્રના DGPને પણ કરી છે.વાનખેડેએ પૂરાવા રુપે CCTV ફુટેજ પણ સોંપ્યા છે.તેમણે એ પણ આરોપ લગાવ્યો છે કે મુંબઈ NCBની ટીમના અન્ય અધિકારીઓને પણ ટ્રેક કરવામાં આવી રહ્યા છે.સૂત્રો પ્રમાણે, ઓશિવારા પોલીસની એક ટીમે સ્મશાન જઈને ત્યાથી એક CCTV ફુટેજ પોતાના કબ્જે કર્યા છે. વાનખેડેની માતાનું 2015માં અવસાન થયું હતું અને ત્યારથી દરરોજ તેઓ સ્મશાન જાય છે.ત્યાર બાદ જ તેમને શંકા થઈ કે કોઈ તેમનો પીછો કરી રહ્યું છે.
વાનખેડે બોલિવુડમાં ડ્રગ્સ એંગલની તપાસ કરે છે
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ સામે આવેલી રિયા ચક્રવર્તીની ડ્રગ ચેટ બાદ આ કેસ NCBના હાથમાં ગયો હતો.વાનખેડે આ જ કેસ પછી લાઈમ લાઈટમાં આવ્યા હતાં.તેમણે અત્યાર સુધી અભિનેત્રી દીપિકા પાદુકોણ,રિયા ચક્રવર્તી,સારા અલી ખાન,શ્રદ્ધા કપૂર,રકુલ પ્રીત સિંહ,ભારતી સિંહ અને અભિનેતા અર્જુન રામપાલ જેવી હાઈપ્રોફાઇલ હસ્તીની સાથે પૂછપરછ કરી ચૂક્યા છે.તેમાંથી રિયા અને ભારતીની ધરપકડ પણ કરવામાં આવી હતી.
ગયા વર્ષે હુમલો થયો હતો
ગયા વર્ષે સુશાંત સિંહની મોત મામલે રિયા ચક્રવર્તી અને અન્યને NDPS એક્ટમાં એરેસ્ટ કરવામાં આવ્યા હતાં.આ દરમિયાન NCBએ મુંબઈમાં ઘણા ડ્રગ પેડલર્સને દબોચ્યા હતાં.વાનખેડેને બાતમી મળી હતી કે ગોરેગાવમાં સ્ટેશન પાસે કોઈ પેડલર કોઈને LSD ડ્રગ્સ સપ્લાઈ કરવા જઈ રહ્યો છે. ટીમ સાથે વાનખેડે ત્યાં પહોંચ્યા ત્યારે તેમના પર હુમલો થઈ ગયો.વાનખેડે અને તેના બે સાથિઓને પણ ઈજા પહોંચી,પરંતુ ત્યા સુધી તેઓ પેડલરને પકડીને ગાડીમાં બેસી ચૂક્યા હતાં.
વાનખેડેને કેટલીય વાર જીવથી મારી નાખવાની ધમકી મળી
વાનખેડે એર ઇન્ટેલિજન્સ યુનિટના વડા હતા ત્યારે તેમને અનેક વાર જીવથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.જ્યારે તેમના સીનિયર અધિકારીઓએ મુંબઈ પોલીસથી સંપર્ક સાધ્યો તો વાનખેડેને સિક્યોરીટી કવર આપવાની રજૂઆત થઈ,પરંતુ વાનખેડેએ ના પાડી દીધી હતી.
સમીર વાનખેડેને 6 મહીનાનું એક્સટેન્શન મળ્યું
સમીર વાનખેડે અને તેમની ટીમ હાઈપ્રોફાઇલ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસની પણ તપાસ કરી રહ્યા છે. NCBની ટીમ પાસે ચાર્જશીટ દાખલ કરવા માટે 6 મહિનાનો સમય છે.દરમિયાન NCBમાં સમીર વાનખેડેનું એક્સટેન્શન વધુ 6 મહિના લંબાવવામાં આવ્યું છે. તેમને બીજી વખત એક્સટેન્શન મળ્યું છે.
સમીર વાનખેડે કોણ છે?
મહારાષ્ટ્રના રહેવાસી સમીર વાનખેડે 2008ની બેચના IRS અધિકારી છે. ભારતીય મહેસૂલ સેવામાં જોડાયા પછી તેમની પ્રથમ પોસ્ટિંગ મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડેપ્યુટી કસ્ટમ કમિશનર તરીકે હતી. તેમની ક્ષમતાને કારણે જ તેમને પાછળથી આંધ્રપ્રદેશ અને પછી દિલ્હી મોકલવામાં આવ્યા હતા.
તેમને ડ્રગ્સ અને ડ્રગ્સ સાથે સંબંધિત કેસોમાં નિષ્ણાત માનવામાં આવે છે.બે વર્ષમાં વાનખેડેના નેતૃત્વ હેઠળ લગભગ 18,000 કરોડ રૂપિયાના ડ્રગ અને ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો હતો.સરકારે લગભગ 18,000 કરોડ રૂપિયાના ડ્રગ રેકેટનો પણ પર્દાફાશ કર્યો છે.સમીર વાનખેડેની તાજેતરમાં DRIથી NCBમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

