By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સમીર વાનખેડે બેવડી તપાસમાં ફસાયા, જાણો કઈ ફરિયાદના આધારે વાનખેડે પર સકંજો કસાઈ શકે ?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સમીર વાનખેડે બેવડી તપાસમાં ફસાયા, જાણો કઈ ફરિયાદના આધારે વાનખેડે પર સકંજો કસાઈ શકે ?
GeneralNational

સમીર વાનખેડે બેવડી તપાસમાં ફસાયા, જાણો કઈ ફરિયાદના આધારે વાનખેડે પર સકંજો કસાઈ શકે ?

HM News
Last updated: 28/10/2021 11:52 AM
HM News
4 years ago
Share
SHARE

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરનાર NCB મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે બેવડી તપાસમાં ફસાયા છે.એક રીતે વિભાગની વિજિલન્સ ટીમ તેની સામે તપાસ કરી રહી છે.જ્યારે બીજી તરફ મુંબઈ પોલીસે પણ તેની સામે તપાસ શરૂ કરી છે.આર્યન ખાન ડ્રગ્સ કેસમા સાક્ષી પ્રભાકર સાઈલનું નિવેદન સામે આવતા વાનખેડે તપાસના ઘેરામાં આવ્યા હતા.
પ્રભાકર સાઈલનો ચોંકાવનારો દાવો

ઉલ્લેખનીય છે કે, પ્રભાકર સાઈલે રવિવારે સોશિયલ મીડિયા પર એક એફિડેવિટ જાહેર કર્યુ હતુ.એફિડેવિટમાં તેણે કહ્યું કે આર્યન ખાન કેસમાં એનસીબીએ તેને પંચ તરીકે 10 સાદા કાગળો પર સહી કરાવી હતી.સાઈલનો આરોપ છે કે આ કેસમાં કિરણ ગોસાવીને સેમ ડિસોઝા નામના મિત્ર પાસેથી 25 કરોડ રૂપિયા વસૂલવાની વાત કરતા સાંભળ્યા હતા.

મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી

આ લાંચના આરોપમાં 25 કરોડમાંથી 8 કરોડ સમીર વાનખેડેને આપવાની વાત હતી.સાઈલના આ સોગંદનામાના આધારે મુંબઈ પોલીસે NCB અધિકારી સમીર વાનખેડે વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.મળતી માહિતી મુજબ, ડેપ્યુટી કમિશનરે સાઈલનું નિવેદન નોંધીને તપાસ તેજ કરી છે.

પોલીસ હવે પ્રભાકરના સાઈલના ફોન રેકોર્ડના આધારે તેની ગતિવિધિઓની તપાસ કરશે.સાઇલે પોતાના નિવેદનમાં હાજી અલી પાસેથી પૈસા ભરેલી બે બેગ લાવ્યો હોવાનો દાવો કર્યો છે.આથી પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહી છે. આ તમામ હકીકતો તપાસ્યા બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.આ પછી સમીર વિરુદ્ધ એફઆઈઆર નોંધવી કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.

પ્રભાકરનું બીજી વખત નિવેદન નોંધાયું

તે જ સમયે, પોલીસે લાંચ કેસમાં બુધવારે બીજી વખત સાક્ષી પ્રભાકર સાઈલનું નિવેદન નોંધ્યું હતું.સાઈલ બુધવારે બપોરે 3 વાગ્યે આઝાદ મેદાન વિભાગના મદદનીશ પોલીસ કમિશનર સમક્ષ હાજર થયો હતો.આ પહેલા મંગળવારે પણ સાઈલની આઠ કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી.

હાલની PENADEMIC કન્ડીશન જોતા સરકાર ITR ભરવાની તારીખ લંબાવી શકે છે
સ્ટીલ મેકર કંપની SAIL અને NMDC સામે સરકારની મોટી કાર્યવાહી, ડિરેક્ટરો અને અધિકારીઓને કર્યા સસ્પેન્ડ
જંબુસરમાં નશીલા પદાર્થની ફેક્ટરી ઝડપાઇ, પ્રતિબંધિત એફેડ્રિન ડ્રગ્સ સાથે 4 ની ધરપકડ
સુરત સિવિલ હોસ્પિટલમાં ટાંકી ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ
પંખીડા તું ઉડી જાજે. ભારતમાં ટ્વિટર બંધ થઈ જશે ? લેવાયા કઠોર પગલાં
Share This Article
Facebook Email Print
Previous Article ડેરિવેટીવ્ઝમાં ઓક્ટોબર વલણના અંતે ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ૧૧૫૮ પોઈન્ટનો નોંધપાત્ર કડાકો..!!!
Next Article કથિત જનોઈધારી રાહુલ ગાંધીને લાધ્યું બ્રહ્મજ્ઞાન કહ્યું ,કે ત્રિપુરામાં આપણા મુસલમાન ભાઈઓ પર થઈ રહી છે ક્રૂરતા, હિંસા કરનારા હિંદુ ઢોંગી છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up