મુંબઈ : તા.31 મે 2022,મંગળવાર : બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ’સમ્રાટ પૃથ્વીરાજ’નું જોરદાર પ્રમોશન કરતો જોવા મળી રહ્યો છે.ફિલ્મની રિલીઝ પહેલા અક્ષય તેની કો-એક્ટર માનુષી છિલ્લર અને આખી ટીમ સાથે અલગ-અલગ શહેરોની મુલાકાત લઈને ફિલ્મનું ખાસ પ્રચાર કરી રહ્યો છે.હવે ખિલાડી કુમાર વારાણસી પહોંચી અને તેની ફિલ્મની સફળતા માટે ગંગાની પૂજા કરી હતી.
અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં,અભિનેતાએ ઘાટ પર આરતી કર્યા બાદ ગંગામાં ડૂબકી લગાવી હતી.આ વીડિયોને અક્ષય કુમારે’હર હર મહાદેવ’લખીને શેર કર્યો છે.ગંગા ઘાટ પર પૂજા કરતા અક્ષયના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.તે જ સમયે,ફિલ્મની અભિનેત્રી માનુષી છિલ્લરે પણ ગંગા પૂજાની ઘણી તસવીરો શેર કરી છે.અભિનેત્રીએ આ તસવીરો શેર કરતાં હર હર મહાદેવ પણ લખ્યું છે.આ તસવીરોમાં અક્ષય અને માનુષી પીચ રંગના કપડામાં જોવા મળી રહ્યા છે.
સમ્રાટ પૃથ્વીરાજ’ની સફળતા માટે અક્ષય કુમારે ગંગામાં ડૂબકી લગાવી…જુઓ વીડિયો

Leave a Comment

