વડોદરા,તા.૨૬
મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી જનરલ હોસ્પિટલમાં રૂપિયા ૧૮૦ કરોડના ખર્ચે ૬૦૦ બેડની અત્યાધુનિક મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ બનાવવામાં આવશે. ગુજરાત સરકારના રજૂ થયેલા બજેટમાં નાણાંમંત્રી નીતિન પટેલે વડોદરા સયાજી હોસ્પિટલમાં મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ માટે રૂપિયા ૧૮૦ કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી.
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાજીવ દેવેશ્વરે જણાવ્યું હતું કે, વડોદરા સયાજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં વડોદરા શહેર-જિલ્લા સહિત, પંચમહાલ, દાહોદ, આણંદ, મહીસાગર, ભરૂચ, અને નર્મદા જિલ્લાના લોકો સારવાર માટે આવે છે. આ ઉપરાંત આ હોસ્પિટલમાં ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના બોર્ડરના ગામોના લોકો પણ સારવાર માટે આવે છે. પરિણામે સયાજી હોસ્પિટલમાં દર્દીઓનું પ્રમાણ દિવસે-દિવસે વધી રહ્યું છે. જેની સામે સરકાર દ્વારા પણ સયાજી હોસ્પિટલને વધુને વધુ સજ્જ બનાવવા માટે પ્રયત્નશિલ છે.
સયાજીમાં ૧૮૦ કરોડના ખર્ચે ૬૦૦ બેડની અત્યાધુનિક મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ બનશે
Leave a Comment