તા.02-09-2022
➡️ ઈન્ટ્રીમ પેકેજ બાબતે સરકારે પોલીસ કર્મચારીઓ પાસેથી માગેલ બાહેંધરી ના એફીડેવીટથી ગુજરાત પોલીસ ખફા
➡️ ઈન્ટ્રીમ પેકેજ નહીં મળે તો વાંધો નહીં પણ કાંડા કાપીને બીજા કોઈ એલાઉન્સ કે ગ્રેડ પેની માગણીઓ જતી કરવા સમગ્ર ગુજરાત પોલીસની મનાઈ
➡️ સોગંદનામામાં સહી નહીં કરવા બાબતે ગુજરાત પોલીસમાં પ્રચંડ એકતા દેખાઈ સરકારની મુશ્કેલીઓમાં વધારો
➡️ ગુજરાત પોલીસ પાસે બળજબરીથી એફીડેવીટ ઉપર સહીઓ લેવાનું દબાણ કરવામાં આવશે તો ગુજરાત પોલીસ શિસ્તમાં રહીને પોત-પોતાના પોલીસ સ્ટેશનમાં આપશે લેખિત રીપોર્ટ
➡️ પોલીસ ઈન્ટ્રીમ પેકેજ સ્વીકારી ગ્રેડ પે કે બીજા ભથ્થાં જતાં કરવા નથી તૈયાર.પોલીસ કર્મચારીઓ લેખિતમાં રીપોર્ટ આપશે કે દાદ-ફરિયાદ સમિતિ તથા ગ્રેડ પે કમિટી સમક્ષ કરેલી માગણીઓ પૂર્ણ થશે અને #૨૮૦૦-૩૬૦૦-૪૨૦૦ ગ્રેડ પે મળી જશે તો જ એફીડેવીટ ઉપર કરશે સહી તે સિવાય નહીં
➡️ ગુજરાત પોલીસ કર્મચારીઓને સરકારની નિયત તથા ઈરાદા ઉપર ઉપજી શંકા કે સરકાર એફીડેવીટ ઉપર સહી લઈ પોલીસના કાંડા કાપીને રજા પગાર જેવાં ભથ્થાં બંધ કરવા માંગે છે
➡️ ગુજરાત પોલીસ આ વખતે સરકાર ના ઈરાદા સામે નહીં ઝુકવા પ્રચંડ એકતા સાથે મક્કમ


