સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશમાં સ્થાનિક ભાજપ નેતા દ્વારા પત્રકાર વિનોદ દુઆના યુટ્યુબ કાર્યક્મને લઈને તેમના વિરુદ્ધ રાજદ્રોહનો આરોપ લગાવ્યો હતો.આ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થતાં કોર્ટે કહ્યુ હતું કે, 1962માં આદેશમાં દરેક પત્રકારને આવા આરોપમાંથી બચાવે છે.ભાજપ નેતાની ફરિયાદ બાદ વિનોદ દુઆ પર ગત વર્ષે દિલ્હીમાં થયેલા રમખાણો પર તેમના શોને લઈને હિમાચલ પ્રદેશમાં રાજદ્રોહનો આરોપ લગાવ્યો હતો.તેમના પર ખોટા ન્યૂઝ, સાર્વજનિક ઉપદ્વવ અને માનહાનિ કરતી સામગ્રી છાપવાનો આરોપ લગાવ્યો હતો.
આ મામલાને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે દુઆના અનુરોધના રદ કરતા 10 વર્ષના અનુભવવાળા કોઈ પણ પત્રકાર વિરુદ્ધ ત્યાં સુધી કોઈ ફરિયાદ નોંધી શકાય નહીં જ્યાં સુધી હાઈકોર્ટના જજની અધ્યક્ષતાવાળી પેન મંજૂરી ન આપે.જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ વિનીત સરને કહ્યુ હતું કે, આ વિધાનસભા અધિકાર ક્ષેત્રનું અતિક્રમણ હશે, સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ રીતે ગત વર્ષે આપેલા ચુકાદાનો હવાલો આપતા કહ્યુ હતું કે, પત્રકારોને આવા આરોપમાંથી સંરક્ષણ મળેલુ છે.દેશદ્રોહ પર કેદારનાથ સિંહના નિર્ણય અંતર્ગત દરેક પત્રકાર સુરક્ષાનો હકદાર છે.વર્ષ 1962માં સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં કહેવાયુ હતું કે, સરકાર દ્વારા કરવામાં આવેલા કોઈ પણ ફેરફાર કે પરિવર્તન વિરુદ્ધ આકરા શબ્દોમાં નિંદા કરવી તે રાજદ્વોહ નથી.

