ઇ-વે બિલ કઢાવનારે ૨૦૦ કિલોમીટર વિસ્તારમાં તેનો માલ એક જ દિવસમાં પહોંચાડી દેવો પડશે.અત્યાર સુધી ૧૦૦ કિલોમીટરની હદમાં જે તે માલ સપ્લાય કરવો પડતો હતી. આજે લેવામાં આવેલા નિર્ણય મુજબ રોજના ૨૦૦ કિલોમીટર વિસ્તાર સુધીમાં માલ સપ્લાય કરી દેવો પડશે.
૨૦૦ કિલોમીટર વિસ્તાર સુધીમાં માલ સપ્લાય કરી દેવો પડશે
આમ ૧૦૦૦ કિલો મીટર સુધીનો પ્રવાસ કરીને માલ સપ્લાય કરવા માટે ૫ દિવસનો સમય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.અગાઉ આ સમય મર્યાદા ૧૦ દિવસની રાખવામાં આવી હતી.સરકારની વેરાની આવક ઓછી થઈ હોવાથી સરકાર આ મુદ્દે સંઘર્ષ કરી રહી હોવાનો નિર્દેશ સરકારના આ પગલાં પરથી મળી રહ્યો છે.તેને પરિણામે પ્રામાણિક કરદાતાઓ પર નાણાં બોજનો વધારો થશે.
પરિણામે પ્રામાણિક કરદાતાઓ પર નાણાં બોજનો વધારો થશે
જીએસટી રજિસ્ટ્રેશન મેળવવા માટે સ્થળ તપાસ રૂબરૂમાં જઈને કરવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.તેમ જ આધાર નંબરના ઓતેન્ટિકેશનની સિસ્ટમ પણ દાખલ કરી દીધી છે.ફ્રોડ કરીને કોઈ કંપની રજિસ્ટ્રેશન ન મેળવી જાય તે માટે આધાર ઓથેન્ટિકેશનની સિસ્ટમ પણ લાગુ કરવામાં આવશે.