– માસ સીએલ પર ઉતરેલા હજારો કર્મચારીઓએ જૂની પેન્શન યોજના મામલે ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે રેલી યોજી
ગાંધીનગર, તા. 17 સપ્ટેમ્બર 2022, શનિવાર : ગુજરાત સરકારે શુક્રવારના રોજ આંદોલન પર ઉતરેલા સરકારી કર્મચારીઓની કેટલીક માગણીઓ સ્વીકારી હતી અને રાજ્યના 9 લાખ સરકારી કર્મચારીઓને લાભ થાય તેવા નિર્ણયો જાહેર કર્યા હતા. આમ સરકાર અને આંદોલનકારી સરકારી કર્મચારીઓ વચ્ચે સમાધાન થયું હતું.પરંતુ આજે ફરી એક વખત સરકારી કર્મચારીઓના સરકાર સાથેના સમાધાનમાં ભંગાણ જોવા મળ્યું છે.માસ સીએલ પર ઉતરેલા હજારો કર્મચારીઓએ જૂની પેન્શન યોજના મામલે ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે રેલી યોજી છે.રાજ્યમાં જેમ-જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ-તેમ કર્મચારીઓના આંદોલન વધતા જાય છે.આંગણવાડી બહેનો,આરોગ્ય કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી છે.અમુકની માંગો સ્વીકારાય છે તો અમુકની માંગણીઓ ન સ્વીકારાતા આંદોલન યથાવત છે.ત્યારે માસ સીએલ પર ઉતરેલા હજારો કર્મચારીઓએ જૂની પેન્શન યોજના મામલે ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે રેલી યોજી હતી.જો કે ગઇ કાલે સરકારે સમાધાન કર્યુ હતુ પરંતુ સરકારી યોજનાનો લોલીપોપ ગણવા ફરી સરકારી કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
મળતી માહિતી મુજબ ગુજરાત સરકારે શુક્રવારના રોજ આંદોલન પર ઉતરેલા સરકારી કર્મચારીઓની કેટલીક માગણીઓ સ્વીકારી હતી અને રાજ્યના 9 લાખ સરકારી કર્મચારીઓને લાભ થાય તેવા નિર્ણયો જાહેર કર્યા હતા.આમ સરકાર અને આંદોલનકારી સરકારી કર્મચારીઓ વચ્ચે સમાધાન થયું હતું.પરંતુ આજે ફરી એક વખત સરકારી કર્મચારીઓના સરકાર સાથેના સમાધાનમાં ભંગાણ જોવા મળ્યું છે.માસ સીએલ પર ઉતરેલા હજારો કર્મચારીઓએ જૂની પેન્શન યોજના મામલે ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે રેલી યોજી છે.રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકારી કર્મચારીઓની 15 માગણીઓ અંગે લેવાયેલા નિર્ણયની વિગતવાર માહિતી આપી હતી.તેમાં જૂની પેન્શન યોજનાને લગતી અમુક માગણીઓ પણ સ્વીકારવામાં આવી હતી.પરંતુ સરકારી કર્મચારીઓને લોલીપોપ લાગતા ફરી આંદોલનનાં માર્ગે નિકળી પડ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજય સરકાર સામે છેલ્લા એક સપ્તાહથી આંદોલન કરી રહેલા સરકારના વિવિધ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે સરકારના પાંચ મંત્રીઓની કમિટીએ મહત્વ પૂર્ણ બેઠકોનો દોર યોજીને 14 જેટલી માંગણીઓ સ્વકારી લીધી છે.જેમાં જુની પેન્શન યોજાનો પણ સમાવેશ થાય છે.આ ઉપરાંત રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચના બાકી રહેલા તમામ ભથ્થાઓ તાત્કાલીક અસરથી લાગુ કરવામાં આવશે.સરકારના આ નિર્ણયનો લાભ અંદાજિત 9 લાખ કર્મચારીઓને થશે.જો કે મળતી માહિતી મુજબ કેટલાક કર્માચારીઓ હજી પણ હડતાળ પર છે.ભાવનગર અને અમદાવાદમાં કર્મચારીઓએ માસ સીએલ મૂકી માંગણીઓ કરી રહ્યા છે.