[weather_data]
Breaking News
TRENDING NEWS

સરકારનુ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વધીને 8.98 લાખ કરોડ પર પહોંચ્યુ, ગત વર્ષ કરતા 24 ટકાનો ઉછાળો

[updated_date] [post_views]

Table of Content

નવી દિલ્હી,તા.9.ઓક્ટોબર,2022 રવિવાર : એક એપ્રિલથી આઠ ઓકટોબર વચ્ચે ડાયરેકટ ટેક્સ કલેક્શનમાં 24 ટકાનો વધારો થયો હોવાનુ નાણા મંત્રાલયનુ કહેવુ છે.મંત્રાલયના જણઆવ્યા અનુસાર ડાયરેકટ ટેક્સ કલેક્શન વધીને 8.98 લાખ કરોડ રુપિયા પર પહોંચ્યુ છે.જેમાં કોર્પોરેટ આવક પરના ટેક્સમાં 16.74 ટકાનો અને વ્યક્તિગત આવક વેરા કલેક્શનમાં 32.30 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આંકડા પ્રમાણે એક એપ્રિલથી આઠ ઓક્ટોબર વચ્ચેનુ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ગયા વર્ષના આજ સમયગાળા કરતા 23.8 ટકા વધારે છે.રિફંડની ગણતરી બાત કરવામાં આવે તો ડાયરેકટ ટેક્સ 7.45 લાખ કરોડ રુપિયા થવા જાય છે.જે ગયા વર્ષ કરતા 16.3 ટકા વધારે છે.આરબીઆઈએ ગયા મહિને જ ભારતના જીડીપી ગ્રોથનુ અનુમાન 7.2 ટકાથી ઘટાડીને સાત ટકા કર્યુ છે ત્યારે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં થયેલો વધારો સરકાર માટે રાહતની વાત છે.રિફંડને બાદ કરવામાં આવે તો કોર્પોરેટ આવક પરના ટેક્સમાં થયેલો વધારો 16.73 ટકા અને વ્યક્તિગત ટેક્સ કલેક્શનમાં થયેલો વધારો 16.25 ટકા થવા જાય છે.ઈનકમટેક્સ વિભાગ દ્વારા એક એપ્રિલથી આઠ ઓકટોબર વચ્ચે 1.53 લાખ કરોડ રુપિયાનુ રિફંડ ચુકવવામાં આવ્યુ છે.જે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન ચુકવાયેલા રિફંડ કરતા 81 ટકા વધારે છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles