સમગ્ર વિશ્વમાં અને ભારતમાં હાલ કોરોનાની મહામારીના કારણે ઝઝૂમી રહ્યું છે,ત્યારે આવા સમયે આ વાયરસથી બચવા માટે લોકડાઉનનો રસ્તો અપનાવવાામાં આવ્યો હતો.ગુજરાતમાં કોરોનાના કારણે સ્થિતી અત્યંત ચિંતા જનક છે,સૌથી વધુ ખતરો અમદાવાદમાં જણાઈ રહ્યો છે,જો કે, 24 તારીખથી દેશમાં અને ગુજરાતમાં લોકડાઉન હોય,જેના કારણે લોકો ઘરોમાં કેદ થતાં જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવામાં અને આવી કપરી પરિસ્થિતીમાં જીવનમાં બેલેન્સ જાળવવું અઘરુ સાબિત થાય છે.હાલમાં જ્યાં કરફ્યું નથી તેવા વિસ્તારોમાં પણ પોલીસે સ્થાનિક આગેવાનો સાથે મળીને બજાર બંધ કરાવ્યું છે.આ બાબતે સોસાયટીઓમાં વોલેન્ટિયર્સની પણ નિમણુંક કરાઈ છે.સરકારે આ બાબતે અગાઉ પણ ખુલાસો કર્યો હતો.આજે ફરી ખુલાસો કર્યો છે કે કોઈ ફિક્સ સમય નકકી કરાયો નથી કે 8થી 12 જ બજાર ખુલ્લું રહેશે.જાહેરનામામાં દુકાનો કેટલો સમય ચાલુ રાખવા દેવી તેવો કોઈ ખુલાસો નથી.જેથી પોલીસ સ્ટેશનના સ્તરેથી આવી જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદીના સમય અંગે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લઇ શકાય નહીં.
લોકડાઉન વધારતા આ માટેની ખાસ છૂટ
લોકડાઉનને કેન્દ્ર સરકાર તરફથી ફરી એક વાર વધારીને 3 મે સુધી લંબાવવામાં આવતા સ્વાભાવિક પણે જીવન જરૂરિયાતવાળી વસ્તુઓ ખાસ કરીને દવાઓ અને શાકભાજી તથા કરિયાણા સંબંધિત વસ્તુઓ માટે ખાસ્સી તકલીફો થતાં કેન્દ્રના આદેશને ધ્યાને રાખી અમદાવાદ શહેરમાં પણ લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે.ખાસ કરીને જૂના અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં કર્ફ્યુનો માહોલ છે,આ વિસ્તારોમાં કોરોનાની વધુ દહેશત હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે.અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ આજે ફરી ખુલાસો કરીને તમામ પોલીસ ઇન્સપેક્ટરોને આદેશ કર્યો છે કે, દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કરવો નહીં.પોલીસ સ્ટેશનનો આ અંગે કોઈ અધિકાર નથી. ફક્ત તમે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય એ નિયમની અમલવારી કરો.સ્થાનિક સ્તરેથી પોલીસે વોલેન્ટિયર્સની નિમણુંક કરતાં આ વોલિન્ટિયર્સ પણ સોસાયટીના રહીશોને જરૂરી ચીજવસ્તુઓ માટે બહાર નીકળવા દેતા નથી.જ્યારે આવો કોઈ નિયમ નથી. સુરક્ષા એ અગત્યની છે પણ જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે બહાર ન નીકળવા દેવા એ નિયમોની વિરુદ્ધમાં છે.