– આ યોજના મધ્ય પ્રદેશની સરકારે શરુ કરી છે અને તેનું નામ કિસાન કલ્યાણ યોજના.
– મધ્ય પ્રદેશ સરકારે આ યોજનાની શરુઆત 2020 થી જ કરી દીધી છે.
તા. 7 જૂન 2023, બુધવાર : દેશમાં ખેડુતોની સ્થિતિ હજુ પણ જોઈએ તેટલી સારી નથી.ક્યારેક પાક નિષ્ફળ જાય,ક્યારેક પુરતા પ્રમાણમાં ભાવ ન મળે,તો ક્યારેક કમોસમી વરસાદ જેવી સ્થિતિમાં ખેડુતોને ભારે નુકસાન વેઠવું પડતું હોય છે.જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર ખેડુતો માટે વિવિધ યોજના લાવતું હોય છે.કે જેનાથી ખેડુતોને સહાય મળી રહે.આવી જ એક યોજના પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજના ચલાવવામાં આવી છે.આ યોજના હેઠળ સરકાર તરફથી ખેડુતોને વર્ષે 6000 રુપિયા આપવામાં આવતા હતા.અને આ યોજના સમગ્ર ભારતમાં લાગુ છે,પરંતુ આ યોજના બાદ રાજ્ય સરકારે શરુ કરી છે તે પ્રમાણે હવે 6 હજારના બદલે 10 હજાર રુપિયા મળશે.
શું છે આ નવી યોજના
આ યોજના મધ્ય પ્રદેશની સરકારે શરુ કરી છે અને તેનું નામ કિસાન કલ્યાણ યોજના.આ યોજના હેઠળ રાજ્ય સરકાર દર વર્ષે ખેડુતોને તેમના કલ્યાણ માટે 10 હજાર રુપિયા આપી રહી છે.એટલે કે 6 હજાર રુપિયા કેન્દ્ર સરકાર તરફથી પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવે છે.પરંતુ તેની સાથે સાથે મધ્ય પ્રદેશ સરકાર તરફથી 4 હજાર આપવામાં આવશે.મધ્ય પ્રદેશ સરકારે આ યોજનાની શરુઆત 2020 થી જ કરી દીધી છે.તે સમયે ખેડુતોને બે-બે હજાર આપવામાં આવતા હતા.
કેવા ખેડુતોને મળશે આ લાભ
આ યોજના હેઠળ માત્ર મધ્ય પ્રદેશના ખેડુતોને ફાયદો મળશે.અને મહત્વની વાત તો એ છે કે મધ્ય પ્રદેશના દરેક ખેડુતોને આ યોજના હેઠળ લાભ નહી મળે.પરંતુ માત્ર એવા જ ખેડુતોને લાભ મળશે કે જે ખેડુતોએ પીએમ કિસાન સમ્માન નિધિમાં રજીસ્ટ્રેશન કરાવેલ હશે.