– 23મીથી 29મી માર્ચના ગાળા માટે જોગવાઈ કરવામાં આવી
– જીવનાવશ્યક ચીજવસ્તુઓ અને સેવા આપતી સંસ્થાઓ સિવાયના તમામ કોમર્શિયલ એકમોને 25 માર્ચ સુધી લોક ડાઉનનો આદેશ
સુરત, રાજકોટ, અમદાવાદ ને વડોદરામાં જીવનાવશ્યક ચીજવસ્તુઓ અને સેવા આપતી સંસ્થાઓ સિવાયના તમામ કોમર્શિયલ એકમોને 25 માર્ચ સુધી લોક ડાઉનનો આદેશ
કોરોના વાયરસનો ચેપ વધુ લોકો સુધી ન ફેલાય તે માટેની તકેદારીના પગલાં રૂપે ગુજરાત સરકારે આજે એક ખાસ પરિપત્ર કરીને ગુજરાત સરકારની તમામ કચેરીઓના, મહાનગર પાલિકાઓ, નગર પાલિકાઓ, ગ્રામ પંચાયતો અને બોર્ડ-નિગમ સહિતની તમામ કચેરીના વર્ગ બે, ત્રણ અને ચારના કર્મચારીઓને સોમવાર 23મી માર્ચથી રોજ રોજ ઑફિસમાં હાજર ન રહીને એકાંતરે હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. આ સૂચનાનો અત્યારે તો 29મી માર્ચ સુધી અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.કોરોના વાયરસનો ભય ત્યારબાદ કેવો અને કેટલો રહ ેછે તેને આધારે આ સૂચનાને વધુ સમય સુધી લંબાવવી કે નહિ તે અંગે નિર્ણય લેવામાં આવશે. બીજી તરફ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં દવાઓ, તબીબી ઉપકરણો, શાકભાજી, કરિયાણું અને જીવનાવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો, સંસૃથાઓ અને અન્ય જીવનાવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનો, મોલ્સ, 25મી માર્ચ સુધી સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરી છે. ગુજરાતના તમામ કલેક્ટરની કચેરીને આ આદેશ પાઠવી દેવામાં આવ્યો છે.
સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ કમલ દયાણીની સહી સાથે આજે કરવામાં આવેલા એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે નોવેલ કોરોના વાયરસ – કોવિડ 19નો ચે ફેલાવાની સંભાવનાને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે. સરકારના જાણકાર સૂત્રોનું કહેવું છે કે કચેરીના વડા, વિભાગના વડા અને હેડ ઑફ ડિપાર્ટમેન્ટે કયા કર્મચારીને કઈ તારીખે ઑફિસ ન આવવાની સૂચના આપવી તે અંગે નિર્ણય લેવામાં આવશે.
રોટેશન એટલે કે એક એક દિવસના અંતરે ઑફિસ સ્ટાફના 50 ટકા લોકોને રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસૃથાને પરિણામે કોઈપણ તબક્કે ઑફિસમાં 50 ટકા સ્ટાફ ઉપસિૃથત રહે તેવી વ્યવસૃથા કરવામાં આવી છે.
ગુજરાત સરકારમાં વર્ગ 2, 3 અને 4માં મળીને કુલ અંદાજે 5 લાખથી વધુ કર્મચારીઓ છે. તેમને તમામને આ વ્યવસૃથા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જોકે કોરોના વાયરસનો ચેપ ફેલાતો અટકાવવા માટેના કામકાજમાં અત્યારે જોતરી દેવામાં આવેલા કર્મચારીઓને રોટેશનની આ વ્યવસૃથાનો લાભ ન આપવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
બીજી તરફ સરકારે ગુજરાતના ચાર મોટા શહેર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દવાઓ, તબીબી ઉપકરણો, શાકભાજી, કરિયાણું અને અન્ય જીવનઆવશ્યક વસ્તુઓનો વેપાર કરતી દુકાનો અને સંસૃથાઓ સિવાયની તથા જીવનાવશ્યક સેવાઓ સાથે સંકળાયેલી સંસૃથાઓ સિવાયની તમામ સંસૃથાઓને આગામી 25મી માર્ચ સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ કર્યો છે.
શાળા કૉલેજોના આચાર્યોને પણ 50 ટકા સ્ટાફને રોટેશનથી હાજર રાખવા હુકમ
ગુજરાતની તમામ શાળાઓ, કૉલેજો અને યુનિવર્સિટીઓમાં પણ વગ્ર 2, 3 અને 4ના ટીચિંગ અને નોન ટિચિંગ સ્ટાફના 50 ટકા સ્ટાફ જ 23મી માર્ચથી 29મી માર્ચ સુધી સંસૃથામા હાજર રહે તેવી જોગવાઈ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. સ્ટાફને રોટેશનથી હાજર રાકવાનો નિર્ણય શાળા કૉલેજના આચાર્યને લેવા જણાવવામાં આવ્યું છે. બોર્ડ નિગમની કચેરીઓને પણ આ સૂચના હેઠળ આવરી લેવામાં આવી છે. 29મી માર્ચે કોરોના વાયરસની અસરની સિૃથતિની સમીક્ષા કર્યા બાદ આ જોગવાઈને લંબાવવી કે નહિ તે અંગે નિર્ણય લેવામાં ાવશે.