નવી દિલ્હી : તા.20 જૂન 2022,સોમવાર : કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા સરકારી કર્મચારીઓની મુસાફરી અંગે નવા દિશા-નિર્દેશો બહાર પાડવામાં આવ્યા છે.તેના અંતર્ગત સરકારના વિભિન્ન વિભાગો સાથે સંકળાયેલા ઓફિસર્સ અને કર્મચારીઓ જો વિમાની મુસાફરીના હકદાર હોય તો તેમણે ફ્લાઈટમાં સૌથી સસ્તી ટિકિટ જ બુક કરાવવાની રહેશે.કર્મચારીઓએ તેમના માટે ફ્લાઈટનો જે ક્લાસ પહેલેથી નક્કી કરવામાં આવેલો છે તેની જ સસ્તી ટિકિટ લેવાની રહેશે.એટલું જ નહીં,સરકારી કર્મચારીઓએ મુસાફરીના 21 દિવસ પહેલા જ ટિકિટ બુક કરાવી લેવી પડશે તથા તેના સાથે સંકળાયેલી વિગતોને મંત્રાલય સાથે શેર કરવાની રહેશે.નાણા મંત્રાલયના આ નિર્ણય બાદ સવાલ થઈ રહ્યો છે કે,આખરે શા માટે સરકારી કર્મચારીઓ માટે આ પ્રકારના આદેશ બહાર પાડવાની જરૂર પડી.