ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ કોરોનાની પરવા કર્યા વગર અને સરકારની ગાઈડલાઈન ની ઐસી તૈસી કરી ઠેરઠેર મિટિંગો,રેલીઓ,ગરબા નું આયોજન કરી તેમાં ભાગ લેનાર સી.આર. પાટીલનો આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોરોના હોવાનું કન્ફોર્મ થઈ ગયુ છે હાલ તેઓને અમદાવાદ-ગાંધીનગર વચ્ચે આવેલી એપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે એડમિટ કરી દેવામાં આવ્યા છે.ભાજપ સંગઠનને લઇને તેઓ અગ્રણી નેતાઓ સાથે ચિંતન બેઠક પણ કરવાના હતા પરંતુ પાટીલ કોરોનામાં સપડતા હવે બેઠક મોકૂફ રહી છે અને સૌરાષ્ટ્ર સહિતના અન્ય પ્રાંતના પ્રવાસો,સંસદના સત્રમાં હાજરીથી માંડીને કમલમ પર નેતાઓ અને કાર્યકર્તાઓ સાથેની મુલાકાતો બધું જ હાલ રદ્દ જાહેર કરાયું છે.છેલ્લે તેઓ મંગળવારે પાટીલે મુખ્યમંત્રી રૂપાણી સાથે પણ બેઠક કરી હતી અને બપોર બાદ કોરોના આવતા તેઓ એપોલો હોસ્પિટલમાં દાખલ થયા હતા.હાલ પાટીલ કોરોના પોઝિટિવ હોવાથી લગભગ દસેક દિવસ હોસ્પિટલમાં જ સારવાર હેઠળ રહેશે.ગઇ વખતે સૌરાષ્ટ્રમાં પ્રવાસ કર્યા બાદ તેમના સંપર્કમાં આવેલા ભાજપના અનેક નેતાઓ કોરોના પોઝિટીવ થઇ ગયા હતા જેમાં સાંસદ,ધારાસભ્ય અને અન્ય પક્ષના નેતાઓનો સમાવેશ થાય છે.બીજી સપ્ટેમ્બરે કમલમ ખાતે તેમણે પૂર્વ ધારાસભ્યો સાથે બેઠક કરી હતી જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર હતા.
છેલ્લાં એક અઠવાડિયા દરમિયાન સીઆર પાટીલ લગભગ દસ હજાર લોકોના સંપર્કમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.આમ નિયમ મુજબ દર્દીના સંપર્કમાં આવનાર ને કોરોન્ટાઈન કરવામાં આવતા હોય છે ત્યારે અહીં તે નિયમ કેમ લાગુ થતો નથી તેવી લોકો માં ચર્ચા ઉઠી રહી છે.
સરકારી ગાઈડલાઈનનું ઉલ્લંધન કરી કોરોના ફેલાવી પોતે કોરોના સંક્રમિત બનનાર CR પાટીલ ના સંપર્ક માં આવનાર સંખ્યાબંધ નેતાઓ ને કોરોન્ટાઈન કેમ કરાતા નથી ! લોકો માં ઉઠી કોમેન્ટ !

Leave a Comment

