[weather_data]
Breaking News
TRENDING NEWS

સરકારી બાબુઓની દારૂ પાર્ટી:​​​​​​​અરવલ્લીમાં થર્ટી ફર્સ્ટે દારૂની મહેફિલ માણતા બે નાયબ મામલતદાર ઝડપાયા, મહેસુલ મંત્રીએ આપ્યા ખાતાકીય તપાસના આદેશ

[updated_date] [post_views]

Table of Content

  • અરવલ્લીના માલપુર અને બાયડના બે નાયબ મામલતદાર દારૂના નશામાં મળ્યા

પેટ્રોલ પંપ પાછળ ઓરડીમાં દારૂની મહેફિલ પર રેડ
વિગતો મુજબ,અરવલ્લીના અણીયોર ગામમાં ગીતા કિસાન સેવા કેન્દ્ર પેટ્રોલ પંપની પાછળની ઓરડીમાં 31મી ડિસેમ્બરે દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી પોલીસને મળી હતી.જે મામલે પોલીસ ત્યાં તપાસ કરવા પહોંચી હતી.અહીં પેટ્રોલ પંપની પાછળ ઓરડીમાં તપાસ કરતા માલપુર અને બાયડના જ નાયબ મામલતદાર જૈમિન પટેલ અને નિલેશ પટેલ દારૂ પીતા ઝડપાયા હતા.જેની સાથે વધુ બે વ્યક્તિ પણ હાજર હતા.

બંને સરકારી કર્મી સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો
પોલીસે ઓરડીમાં રહેલા તમામની પૂછપરછ કરતા આરોપીઓ તોતડાતી જીભે નામ બોલી રહ્યા હતા.જેથી તેમનું મોઢું સુંઘવા પર દારૂના નશામાં હોવાનું જણાયું હતું.પોલીસે બંને આરોપીઓને બાદમાં સીધી લીટીમાં ચાલવાનું કહેતા તેઓ લથડિયા ખાઈને ચાલી રહ્યા હતા.પોલીસે બંને સરકારી અધિકારી પાસે દારૂની પરમીટ માંગતા તેઓ પાસે પરમીટ ન હોવાનું જણાયું હતું.જેથી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles