નવી દિલ્હી :સરકારી બેન્કોએ લોકડાઉનના બે મહિનાના ગાળામાં MSME, કૃષિ અને કોર્પોરેટ સહિત વિવિધ સેક્ટરને ~5.95 લાખ કરોડની લોન મંજૂર કરી છે.નોન-બેન્કિંગ ફાઈનાન્શિયલ ઓ(NBFC)ને આ પૈકી ~1.18 લાખ કરોડની લોન મંજૂર કરવામાં આવી છે.1 માર્ચથી 8 મે દરમિયાન આ લોન મંજૂર કરાઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારામને મંગળવારે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે MSME, રિટેલ, કૃષિ અને કોર્પોરેટ સેક્ટરના 46.74 લાખથી વધુ એકાઉન્ટ્સ અંતર્ગત ~5.95 લાખ કરોડની લોન મંજૂર કરવામાં આવી છે.
દેશમાં 25 માર્ચથી લોકડાઉન લાગુ કરાયું તે સાથે વર્કિંગ કેપિટલ લિમિટ્સ આધારીત ફંડના 10 ટકા વધારાની લાઈન ઓફ ક્રેડિટ આપી હતી. કુલ ~200 કરોડની આ ક્રેડિટ હતી.સીતારામને અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું કે 20 માર્ચથી 8 મે દરમિયાન સરકારી બેન્કોએ ક્રેડિટ લાઈન અને વર્કિંગ કેપિટલની જરૂરિયાત માટે 97 ટકા ઋણધારકોનો સંપર્ક કર્યો હતો અને તેમને ~65,879 કરોડની લોન મંજૂર કરી આપી હતી.દેશમાં કોરોનાનો કેર વધી રહ્યો છે તેને કારણે લોકડાઉન વધારવામાં આવી રહ્યું છે.તેને કારણે ઉદ્યોગોની આર્થિક હાલત ખરાબ થઈ ગઈ છે.અનેક ઉદ્યોગોને તેમની વર્કિંગ કેપિટલની જરૂરિયાત માટે પણ લોન લેવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.


