ગાંધીનગર,તા.૨૮: સમગ્ર દેશમાં કોરોનાવાયરસની મહામારી સામે પૂરી તાકાતથી એકજૂથ થઈને લડવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયની જનતાને મુખ્યમંત્રી રાહત નિધિમાં ઉદાર હાથે ફાળો આપવા અનુરોધ કર્યો છે જેના પરિણામ રૂપે આ મહામારી સામે લડવા રાજયમાંથી વિવિધ સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ,નાગરિકો અને વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા ઉદાર હાથે ફાળો આપવામાં આવી રહ્યો છે.મુખ્યમંત્રીશ્રીના આ અનુરોધના પગલે ગુજરાતના જિલ્લા અને તાલુકા કક્ષાના જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરજ બજાવતા મદદનીશ સરકારી વકીલોએ આગામી એપ્રિલ માસમાં એક દિવસનો પગાર એટલે કે કુલ રૂપિયા ૯૫ લાખની રકમ મુખ્યમંત્રીશ્રી રાહત નિધિમાં જમા કરાવશે તેમ, કાયદા રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી રાહત નિધિમાં કોરોના વાયરસ સંદર્ભે ગુજરાત રાજયના ડાયરેકટર ઓફ પ્રોસિકયુશન દ્વારા તથા જિલ્લા સરકારી વકીલોઓની કચેરી દ્વારા ૬૦,૧૦,૦૦૦ તથા રાજયની વડી અદાલતના સરકારી વકીલની કચેરી દ્વારા ૨૧,૩૦,૦૦૦ અને તાલુકાના મદદનીશ સરકારી વકિલશ્રીઓ દ્વારા (કર્મચારી) ૧૩,૬૦,૦૦૦ તેમ મળી કુલ રૂપિયા કનિદૈ લાકિઅ ૯૫,૦૦,૦૦૦ ની રકમ અર્પણ કરવામાં આવશે તેમ વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતું.